ભરૂચ પાસે આવેલા આમોદના પુરસા નવીનગરીમાં રહેતી મુસ્લિમ દીકરીએ કોરોનાથી વિશ્વના લોકોને નિજાત મળે તે માટે સતત સાડા 3 મહિનાથી રોઝા કરી ખુદા પાસે દુઆ માંગી
પવિત્ર રમઝાન માસમાં 30 દિવસના રોઝા રાખી ખુદાની ઈબાદત પુખ્ત વયના મુસ્લિમ બિરાદરો કરતા હોય છે ત્યારે સગીર બાળાએ સળંગ 105 દિવસના રોઝા રાખી બતાવ્યો અનોખો જુસ્સો
WatchGujarat. મહામારી કોરોનાથી લોકો મહફુઝ રહે અને સમગ્ર વિશ્વને આ વાઇરસથી નિજાત ( છુટકારો ) મળે ની બંદગી સાથે આમોદના પુરસા નવી નગરીમાં રહેતી માત્ર 12 વર્ષની મુબસ્સિરાએ આકરી ગરમીમાં 16 કલાકથી વધુ ભૂખ્યા તરસ્યા રહી સતત 105 દિવસ રોઝા રાખી દુઆઓ ગુજારી હતી.
https://youtu.be/nUnakj4gN_M
આમોદમાં માત્ર 12 વર્ષની દીકરીએ સતત સાડા 3 મહિના સુધી 16 કલાકથી વધુ ભૂખ્યા તરસ્યા રહી રોજા કર્યા હતા અને સમાજ માં ઉદાહરણ પૂરું પાડ્યું કે રોજો રાખવા માટે ઉંમર મહત્વની નથી તેના માટે દિલમાં ઉમંગ અને જજબો જરૂરી છે.
મુસ્લિમ સમાજમાં રમજાન માસનું ખૂબ મહત્વ છે આ મહિનામાં 30 દિવસના રોઝા કરી ખુદાની ઇબાદત કરવામાં આવે છે અને ખાસ કરીને પુખ્ત વય અને તેથી વધુ ઉંમરના લોકો દિવસ દરમિયાન કંઈ પણ ખાધા કે પીધા વિના રોઝા કરતા હોય છે.
એવો જ એક કિસ્સો આમોદ નગરમાં રહેતી એક સગીર વયની બાળા દર વર્ષે રોઝા રાખી બંદગી કરે છે. આમોદ ની પુરસા નવીનગરીમાં રહેતી મુબસ્સીરા નામની સગીરાએ સતત સાડા ત્રણ મહિના એટલે કે આશરે 105 જેટલા દિવસથી વધુ સમય સુધી સોલ કલાકથી વધુ સમય સુધી ભૂખ્યા તરસ્યા રહી રોજા કર્યા છે. કાળઝાળ ગરમીમાં પણ માત્ર 12 વર્ષની આ બાળકી હિંમતથી રોઝા રાખે છે.
અબ્દુલ રઝાક હાજી મોહમ્મદની દીકરી મુબસ્સિરા વર્ષોથી રોઝા રાખે છે. ચાલુ વર્ષે કોરોના રોગચાળા થી સમગ્ર વિશ્વના લોકોને નિજાત મળે તે માટે સતત સાડા ત્રણ મહિના થી રોઝા (ઉપવાસ) કરી ખુદા પાસે દુઆ માંગી હતી. તમામ લોકોની કોરોના થી મહેફૂઝ રહે તેવી દુઆ કરી હતી અને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું કે જેથી આવી દીકરીને જોઈ બીજી દીકરીઓ પણ ખુદાની બંદગી કરી રમજાન માસમાં રોજા રાખે.