ગોત્રી વિસ્તારમાં આવેલી GMERS મેડીકલ કોલેજમાં ડેડીકેટેડ કોવિડ કેર ફેસીલીટીની સાથે ડોમમાં ટ્રાએજ પણ કાર્યરત કરવામાં આવ્યું છે
વડોદરા સહિત રાજ્યભરમાં આવેલી GMERS કોલેજમાં કાર્યરત તબિબોને એડહોક ટીચરોને નિયમિત કરવા, સાતમા પગાર પંચ મુજબ પીએફ ચૂકવવા સહિતની માંગણીઓ સામે રજુઆત કરતા આવ્યા છે
સરકાર દ્વારા પડતર માંગણી સામે કોઇ નક્કર કાર્યવાહી નહિ કરાતા આખરે તબિબો હડતાલના માર્ગે વળ્યા
WatchGujarat. કોરોનાની મહામારીમાં રાજ્યભરમાં કાર્યરત GMERS કોલેજના તબિબા પ્રધ્યાપકોએ મંગળવારે 8 વર્ષ જુની પડતર માંગણીઓને લઇને અચોક્કસ મુદતની હડતાલની ચીમકી ઉચ્ચારી હતી. વડોદરામાં ગોત્રી ખાતે આવેલી GMERS ખાતે તબિબોએ એકત્ર થઇને વિરોધ નોંધાવ્યો હતો. ડેડીકેટેડ કોવિડ કેર ફેસીલીટીમાં તબિબોએ વિરોધ નોંધાવતા સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
કોરોના મહામારીમાં તબિબો અને તબિબિ સ્ટાફ છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી દિવસ – રાત કામ કરી રહ્યો છે. પરંતુ અસંવેદનશીલ ગુજરાત સરકાર દ્વારા પડતર પ્રશ્નનોનું નક્કર નહિ લવાતા હવે તબિબો હડતાલના માર્ગે જઇ રહ્યા છે. સરકારની નિષ્ક્રિયતાને પગલે તબિબોમાં સરકાર સામે રોષની લાગણી જોવા મળી રહી છે.
વડોદરા સહિત રાજ્યભરમાં આવેલી GMERS કોલેજમાં કાર્યરત તબિબોને એડહોક ટીચરોને નિયમિત કરવા, સાતમા પગાર પંચ મુજબ પીએફ ચૂકવવા, સેન્ટ્રલ ગવર્મેન્ટ મુજબ પગાર ચૂકવવા જેવા પડતર પ્રશ્નોનોનો કોઇ નિરાકરણ લાવવામાં આવતું નથી. તબિબો દ્વારા વારંવાર રજુઆત બાદ પણ મામલાને કોઇ નક્કર પરિણામ સુધી લઇ જવાયો નથી. હવે તબિબોની ધીરજ ખુટી છે.
ગોત્રી વિસ્તારમાં આવેલી GMERS મેડીકલ કોલેજમાં ડેડીકેટેડ કોવિડ કેર ફેસીલીટી શરૂ કરવામાં આવી છે. તેની સાથે ત્યાં ડોમમાં ટ્રાએજ પણ કાર્યરત કરવામાં આવ્યું છે. બંનેમાં મળીને સેંકડો લોકો હાલ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. લોકોની સારવારમાં તબિબો દિવસ રાત જોયા વગર ફરજ બજાવી રહ્યા છે. તેવા સમયે સરકાર દ્વારા તબિબોના પડતર પ્રશ્ને ટલ્લાવતા આખરે તબિબોએ હડતાલનો માર્ગ પસંદ કર્યો છે.
તબિબિ અગ્રણીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પડતર માંગણીઓ અંગે વારંવાર રજુઆત કર્યા બાદ પણ કોઇ નિરાકરણ નહિ આવતા આજથી કોરોના સિવાયની કામગીરી પર રોક લગાડી દેવામાં આવી છે. આવતી કાલથી કોરોનાની સેવાઓ પણ બંધ કરવામાં આવશે. અમે કોરોના કાળમાં દિવસ – રાત જોયા વગર લોકોની સેવા કરી છે. પરંતુ સરકાર અમારા પડતર પ્રશ્ને કોઇ કાર્યવાહી નહિ કરાતા આખરે આ રસ્તે જવું પડ્યું છે.