• BJP ના નેતાઓને જાણે કોરોનાની કોઇ અસર જ નહીં થાય તેમ લોકોને ભેગા કરીને પ્રસંગની મજા માણી રહ્યાં છે
  • ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ભાજપ પ્રદેશ આદિવાસી મોરચાના પૂર્વ મંત્રી છેલુભાઈ રાઠવાના પુત્રના લગ્નમાં નિયમોનો ઉલાળીયો
  • રાજકીય અગ્રણીઓ જ કોરોના કટોકટી સમયે આ પ્રકારે વર્તન કરશે તો સામાન્ય જન પણ તેમનાથી પ્રેરાઇને નિયમો તોડશે તે શક્યતા નકારી શકાય તેમ નથી

WatchGujarat. રાજ્યમાં કોરોનાને કહેર વધતા સરકારે અનેક નિયમો લાદી દીધા હતા. લગ્ન પ્રસંગમાં માત્ર 50 જ વ્યક્તિઓ એકત્રિત થવા અંગેના જાહેરનામાનો ભંગ BJPના નેતાઓ જ રી રહ્યાં હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ભાજપ પ્રદેશ આદિવાસી મોરચાના પૂર્વ મંત્રી છેલુભાઈ રાઠવાના પુત્રના લગ્ન યોજાયા હતા.લગ્નના આગલા દિવસે એટલે ઝોઝ ખાતે શનિવારે પરંપરા મુજબ પૂજા વિધિ યોજાઇ હતી.ત્યાર બાદ મોટી સંખ્યામાં લોકો ડીજેના તાલે નાચ્યા હતા. વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવાને કારણે ચર્ચાનો વિષય બન્યો હતો.

સામાન્ય લોકો કરોના મહામારીમાં આવતા પ્રસંગો મોકૂફ કરી રહ્યા છે. ત્યારે BJP ના નેતાઓને જાણે કોરોનાની કોઇ અસર જ નહીં થાય તેમ લોકોને ભેગા કરીને પ્રસંગની મજા માણી રહ્યાં છે. ગ્રામ્ય વિસ્તારમાં અશિક્ષિત લોકો જાહેરનામાના નિયમોથી અજાણ હોય શકે પરંતુ છેલુભાઈ રાઠવા તો તાલુકાના જવાબદાર છે. અને તેઓએ જ પોતાના પુત્રના લગ્ન નિમિત્તે યોજાયેલી પ્રસંગમાં ડીજે પાર્ટી રાખી હતી. જેમાં સેંકડો લોકો જોડાયા હતા. અને એકઠા થઇને નાચતા જોવા મળ્યા હતા.

એક તરફ સરકાર દ્વારા તમામ પ્રયાસો કરીને કોરોનાને નાથવા માટે આકાશ પાતાળ એક કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ BJP ના નેતા જ નિયમોનો ઉલાળીયો કરતા જોવા મળ્યા હતા. જો જવાબદાર ગણાતા રાજકીય અગ્રણીઓ જ કોરોના કટોકટી સમયે આ પ્રકારે વર્તન કરશે તો સામાન્ય જન પણ તેમનાથી પ્રેરાઇને નિયમો તોડશે તે શક્યતા નકારી શકાય તેમ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વડોદરાના પાદરામા પણ કોરોનાના કહેર વચ્ચે દીકરીના લગ્ન નિમિત્તે ફાર્મ હાઉસમાં મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ મ્યુઝિકલ પાર્ટીમાં અભિનેત્રી મમતા સોનીએ ફિલ્મી ગીતો પર ઠૂમકા લગાવ્યા હતા. મ્યુઝિકલ પાર્ટીમાં 400થી વધુ લોકો સામેલ થયા હતા અને અભેનેત્રી મમતા સોની ઉપર રૂપિયાનો વરસાદ કરી મનમૂકી નાચ્યાં હતા. પાદરા ટાવર રોડ પર રહેતા ફારૂકભાઇ કાલુભાઈ મેમણની દીકરીના લગ્ન હોવાથી પાદરા ડભાસા રોડ ઉપર આવેલ રંગ ફાર્મ હાઉસમાં મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી. અને દંડનીય કાર્યવાહી કરી હતી.

ઘોઘંબામાં લગ્નપ્રસંગના વાયરલ થયેલા વીડિયો મુદ્દે આખરે જિલ્લા પોલીસે કાર્યવાહી કરી છે. ઘોઘંબા પંચાયતના ઉપપ્રમુખ અને તેમના પુત્ર સહિત કુલ 10 લોકો સામે રાજગઢ પોલીસે એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં ડીજેના માલિક અને લગ્નવિધિ કરાવનાર મહારાજનો પણ સમાવેશ થાય છે. ગુનો નોંધ્યા બાદ પોલીસે આ સમગ્ર કેસમાં 8 આરોપીઓની અટકાયત કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud