ગોગલ્સ, ટી શર્ટ, માસ્ક સાથે આવેલા મામલતદારે વેપારીને પૂછ્યું સેનેટાઇઝર છે, કેવી રીતે લગાડવાનું, લોકો ને આપે છે, વેપારીએ કહ્યું મારા માટે છે અને મળી ગાલ પર થપ્પડ
વાગરા મામલતદાર રણજીત મકવાણા એ જણાવ્યું આ વાયરલ વિડીયો માં હું નથી
વેપારીએ પહેલા મીડિયા સમક્ષ આપ્યું નિવેદન બાદમાં બીજી વખત વેપારીનું નિવેદન લેવડાવી બોલાવડાવ્યું કે એ મામલતદાર સાથે વીડિયોમાં કોઈએ અદાવત કાઢી
મામલતદાર રવિવારે વાગરા બજારમાં ચેકીંગમાં નીકળ્યા હતા, ત્યારે અનાજ- કરિયાણાની દુકાને પોહચી વેપારીને સવાલો પૂછતાં એકદમ જ આવેશમાં આવી ગયા હતા
WatchGujarat. કોરોનાની ફરી વકરેલી સ્થિતિ વચ્ચે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં મામલતદાર રણજીત મકવાણાનું અસભ્ય વર્તન અને વેપારીને તમાચાવાળીનો વાયરલ થયેલો વિડીયો સામે આવ્યો છે. રવિવારે વાગરા બજારમાં ચેકીંગમાં નીકળેલા મામલતદારે એક રાજસ્થાની વેપારીને તેની દુકાનમાં જ વેપારીની પત્નીની હાજરીમાં લાફો મારી અપશબ્દો પણ બોલ્યા હતા. વાયરલ થયેલા વિડીયો બાદ મામલતદાર આ વીડિયો માં હું નહિ હોવાનું અને આવું કશું જ બન્યું નહિ હોવાની સ્પષ્ટતા કરી રહ્યા છે.
https://youtu.be/8jbdjZ7liBc
વાગરા તાલુકા મામલતદાર રણજીત મકવાણાનો વાઇરલ થયેલા વિડીયોમાં તેમની અસભ્યતા અને વર્તન વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ વીડિયોએ ભરૂચ જિલ્લાના વેપારીઓને હેરાન કરવા સાથે વિચારમાં મૂકી દીધા છે. વાત રવિવારની છે,આંખો પર ચશ્મા, મોઢા પર માસ્ક, ટી શર્ટ – પેન્ટ સાથે જાણે હીરોગીરી બતાવતા દુકાનદારના ગાલ પર લપડાક કરતા લાફો ઝીંકી દે છે. એટલું જ નહિ પણ ગાળો બોલીને સભ્યતા અને પદ પર લાંછન લગાવતી આ ઘટનામાં મામલતદારની દાદાગીરી સાફ નજરે પડી રહી છે.
એક સામાન્ય દુકાનદાર સામે રોફ જમાવી અને દબંગાઈ કરતો આ વ્યક્તિ અન્ય કોઈ નહિ પણ વાગરા તાલુકાનો પ્રથમ નાગરિક મામલતદાર છે. મામલતદાર અધિકારી આમ તો જનતાની સેવા માટે હોય છે પણ સરકારી બાબુ કોઈ ફિલ્મના હીરોની જેમ હીરોગીરી કરતા જોવા મળે છે.
કોરોના મહામારી વચ્ચે કોરોના ડ્રાઈવમાં નીકળતા મામલતદાર આગળ પાછળ પોલીસની ગાડીઓ સાથે દબંગ અધિકારીની છાપ ઊભી કરવા નીકળી પડે છે. માત્ર દંડ નહિ દાદાગીરી અને હાથાપાઈ કરતા પણ ખચકાતા નથી. વીડિયોમાં દ્રશ્યમાન પરિસ્થિતી મામલતદાર અધિકારીના સ્વભાવને જાહેર કરે છે. કરિયાણાની દુકાન ધરાવતા ઓમ પ્રકાશને મામલતદાર અધિકારી જોરથી તમાચો મારી ઊંચા અવાજે પોતાની ઓળખ આપે છે. સવાલ એ છે કે મામલતદાર સાહેબને હિંસા કરવાનો અધિકાર આપ્યો કોણે ? મામલતદાર સાહેબ નિર્દોષ વેપારી સામે રોફ જમાવી સાબિત શું કરવા માંગે છે ? કેમ એક સરકારી અધિકારી, તાલુકાના પ્રથમ નાગરિક અને એક સભ્યતાની મિસાલ કાયમ કરવાના બદલે અસભ્ય અને ગેરવર્તન કરી અભદ્ર ભાષા વાપરી શું લોકોમાં ડર ઉભો કરવામાં માંગે છે ?
થપ્પડ કાંડમાં મામલતદાર સાહેબ એટલી હદે ભાન ભૂલી ગયા હતા કે, દુકાનમાં મહિલાની હાજરીમાં જ ગાળ બોલી પ્રથમ નાગરિકની ગરિમાને કલંકિત કરી છે. દુકાનમાં સ્ત્રી સામે જ ના સાંભળી શકાય તેવી ગાળ બોલી પરપ્રાંતીય સામે હોદ્દાનો રોફ જમાવવાની કોશિશ કરે છે. મામલતદારની આ વ્યવહાર કેટલો વ્યાજબી અને સહનીય છે. આ પહેલા પણ સાહેબ માસ્કના નામે દંડ વસૂલવામાં વ્હાલા દવલાની નીતિ રાખતા હોવાનો આક્ષેપ થઈ ચૂક્યો છે. તો શું સામાન્ય જનતા સામે હિંસક રૂપ બતાવી દબંગ છાપ બતાવવાનો આ પ્રયાસ પર પ્રશાસન કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહેશે. જો કે, દુકાનદારને લાફો ઝીંકી ગાળ આપવાના વાયરલ થયેલા વિડીયો અંગે મામલતદાર રણજીત મકવાણાએ જણાવ્યું હતું કે, આ વીડિયો માં હું નથી, અને આવું કઈ બન્યું નથી.
વેપારીએ પેહલા કહ્યું મામલતદાર જ હતા પછી નિવેદનમાં ફેરવી તોડ્યું
વાઇરલ વિડીયો બાદ વેપારીએ પોતાની દુકાનમાં જ મીડિયા સમક્ષ નિવેદન આપતા ઘટના અંગે જણાવી કહ્યું હતું કે, મામલતદારે તેમને થપ્પડ મારી અપશબ્દો બોલ્યા હતા. જોકે તે બાદ આ વેપારી નો જ એક વિડીયો કોઈ સરકારી ઓફિસમાં ઉતારી તેના ફેરવી તોડેલા નિવેદનના વિડીયો ને વાઇરલ કરવામાં આવી રહ્યો છે. જેમાં વેપારી ને બોલાવવામાં આવે છે કે, તેમની સાથે રવિવારે બનેલી ઘટનમાં માસ્ક પહેરીને આવનાર મામલતદાર ન હતા. કોઈ બીજા હતા, વાયરલ વિડીયો અને મીડિયા માં ચાલતા તેમના અગાઉના નિવેદનના વીડિયોને તે રદિયો આપે છે.