WatchGujarat. ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં 36 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. ત્યારે હવે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવી સ્થિતી સર્જાઇ છે અને રોજ કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. રાજ્યના 36 શહેરોમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂનો અમલ થશે. આવતીકાલથી નવા નિયમો અમલી બનશે.

રાત્રી કર્ફ્યુના સમયમાં એક કલાકનો ઘટાડો કરાયો

ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતનાં 8 મહાનગર અને 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ છે. જેની મુદત આજે પૂર્ણ થતાં કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી. રાત્રી કર્ફ્યૂનો સમય 8 થી સવારના 6 સુધીનો છે. હવે મુદ્દત પૂર્ણ થતી હોવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યૂના સમયમાં એક કલાકનો ઘટાડો કરીને લોકોને આંશિક રાહત આપી છે.

હાલમાં રાજ્યનાં 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં

ગુજરાતમાં 6 મેથી વધુ 7 શહેર સાથે કુલ 36 શહેરમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરાયો હતો. રાજ્યભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે એવી અટકળોનો છેદ ઉડાડતા અગાઉ મુખ્યમંત્રીના વડપણ હેઠળ મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કોરોના સંક્રમણ ફેલાતા રોકવા માટે રાત્રિ કર્ફ્યૂ ધરાવતાં શહેરોમાં 7 શહેરનો ઉમેરાયો થયો છે. આ અગાઉ 8 મહાનગર સહિત 28 શહેરમાં પહેલેથી રાત્રિ કર્ફ્યૂ હતો. રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નિયંત્રણો દરમિયાન આવશ્યક સેવાઓ, જેવી કે અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદી, મેડિકલ સ્ટોર, મિલ્કપાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રાખવાનો આદેશ અપાયો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

રાત્રી કર્ફ્યુમાં રાહત આપવાને કારણે આવનાર સમયમાં આંશિક લોકડાઉનના નિયમો વધુ હળવા થઇ શકે છે. પરંતુ લોકોએ કોરોનાની હળવાશથી લેવો જોઇએ નહિ. માસ્ક પહેરવું, સેનીટાઇઝરનો ઉપયોગ કરવો. તથા સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું જ જોઇએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud