• રાત્રી કર્ફ્યુમાં ફરજ દરમિયાન જીઆરડી જવાનો સામે પોલીસ ફરિયાદ નોંધાયાની ફરિયાદથી બેડામાં ફફડાટ
  • રોડની બાજુમાં લોખંડનો ખાટલો પાથરી ફળવો વ્યવસાય કરતા વેપારીનો માલ ચોર્યો
  • વેપારીએ જીઆરડી જવાનને પુછતા ફ્રુટ ચોરી કરી ખાઇ ગયા હોવાનું સામે આવ્યું
  • સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ

WatchGujarat. રાત્રી કર્ફ્યુ દરમિયાન ભાયલી ખાતે આવેલા પંટ્રોલ પંપ નજીક આવેલા પોઇન્ટ પર ફરજ બજાવતા જીઆરડી (ગ્રામ રક્ષક દળ) જવાનોએ નજીકની લારી પરથી ફળ ચોર્યાનો કિસ્સો સામે આવ્યો હતો. સમગ્ર મામલો ફ્રુટ વેચતા શખ્સે વડોદરા તાલુકા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અને ફરિયાદના આધારે સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરી હતી.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, અતુલભાઇ કમલેશભાઇ ચુનારા (ઉં-23) ગાજરાવાડી ખાતે રહે છે. અને છેલ્લા ત્રણ વર્ષથી ભાયલી એસ્સાર પેટ્રોલપંપની સામે ખુલ્લી જગ્યામાં લોખંડના પલંગ પર ફ્રુટ ગોઠવીને વેપાર કરે છે. 29 જાન્યુઆરીના રોજ તેઓ અન્ય વેપારીનો ત્યાંથી 30 કિલો કેળા, 10 કિલો ચીકું, સફરજન (10 કિલો) એક પેટી, દ્રાક્ષ (30 કિલો) 3 પેટી, નાળીયેર (600 કિલો), સંતરા (5 કિલો) લાવ્યા હતા. દિવસભર ધંધો કર્યા બાદ દિવસના અંતે કેળા (20), ચીકુ (10 કિલો), સફરજન (10 કિલો), દ્રાક્ષ (10 કિલો), નારીયેળ (20), સંતરા (40 કિલો) જેટલો માલ પલંગમાં ગોઠવીને પ્લાસ્ટીકના કંતાને તેના પર ઢાંકી દોરી વડે બાંધી રાત્રે તેઓના ઘરે પરત ફર્યા હતા.

બીજા દિવસે નિયત સમયે અતુલ ધંધાની જગ્યાએ પહોંચ્યો અને લારી ચાલુ કરવા માટે પ્લાસ્ટીકનું કંતાન ખોલ્યું તો તેમાં કંઇ જ હતું નહિ. અને રાત્રી દરમિયાન તેનું ફ્રુટ ચોરી થયું હોવાનુ તેના ધ્યાને આવ્યું હતું. આશરે રૂ. 4,000 નો માલ ચોરાઇ જતા વેપારી પર જાણે આભ તુટી પડ્યુ હોય તેવો અહેસાસ થયો હતો. ત્યાર બાદ નિરાંતે વિચાર કરતા વાત ધ્યાને આવી હતી કે, ધંધા વાળી જગ્યાએ તો રાત્રીના સમયે જીઆરડી જવાનોનો પોઈન્ટ હોય છે. તેને કારણે બીજા દિવસે તેઓએ આશંકાને ધ્યાને રાખીને જીઆરડી જવાન વિશાલભાઇ રતીલાલ રોહિત, રાજુભાઇ રમણભાઇ રોહિત, હિતેશભાઇ દિનેશભાઇ મહેરિયા (ત્રણેય રહે ભાયલી ગામ) અને સંજયભાઇ શંકરભાઇ પરમાર (રહે. મહાપુરા)ની પુછપરછ કરી હતી. જો કે, પુછપરછ બાદ તેઓએ ફ્રુટ કાઢીને ખાધા હોવાનું કબુલ કર્યુ હતું.

ત્યાર બાદ તમામે જણાવ્યું હતું કે, તમારા માલના જે પૈસા થાય. તે અમે આપી દઇશું. તમે પોલીસમાં કોઇ ફરિયાદ કરતા નહી. ફ્રુટના રૂ. 4000 હજારની સામે તમામે રૂ. 3,500 દુકાનદારને આપ્યા હતા. પૈસા મળ્યા બાદ વેપારીએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પરંતુ સમગ્ર મામલો વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud