છોડાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે જંતુ નાશક દવા, રાસાયણિક ખાતર, બિયારણ ની દુકાન ધરાવતા દુકાનદારને ખેતીવાડી અધિકારીએ બિન અધિકૃત જંતુ નાશક દવાનું વેચાણ કરતા હોવા બાબતે કારણ દર્શક નોટિસ આપી તેને પટાવત ના ૧.૫ લાખ રૂપિયા ની લાંચ લેતા અધિકારી રંગે હાથે એ.સી.બી ઝડપી પાડ્યો હતો.

છોટાઉદેપુર જિલ્લાના  નસવાડી, મેઈન બજાર ખાતે જંતુ નાશક દવા, રાસાયણિક ખાતર, બિયારણ ની દુકાન ધરાવતા દુકાનદારને યોગેશભાઈ જેઠાભાઈ અમીન, ખેતીવાડી અધિકારી(હાલ રહે-ગુરુકૃપા સોસાયટી, નટવરનગર આંગણવાડી બાજુમાં,છોટાઉદેપુર,  અને મૂળ રહે.-૨૭, તીર્થક ટેનામેન્ટ, વાઘોડિયા- ડભોઇ રીંગરોડ, વડોદરા)નાઓએ બિન અધિકૃત જંતુ નાશક દવાનુ વેચા કરવા બાબતે કારમ દર્શક નોટિસ ફટકારી હતી. જે નોટિસની કાર્યવાહી કરવાને બદલે અધિકારી યોગેશ અમિને દુકાન પાસે નોટિસની પતાવટ માટે રૂ. 2.50 લાખની લાંચની માગણી કરી હતી. જોકે લાંચની રકમ બાબતે રકઝક કર્યા બાદ આખરે જીલ રૂ. 150 લાખમાં નક્કી થઇ હતી.

જોકે દુકાનદાર લાંચની રકમ આપવા ન ઇચ્છતા હોય તેમણે આ બાબતે લાંચ રૂશવત વિરોધી શાખા (ACB)નો સંપર્ક કર્યો હતો. જેથી એસીબીની ટીમે છટકુ ગોઠવી વર્ગ-2ના અધિકારી દુકાનદાર પાસે લાંચની રકમ રૂ. 1.50 લાખ રોકડ સ્વીકારતા રંગે હાથ ઝડપાયા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud