ગોત્રી પોલીસ સ્ટેશનના પી.આઇ છે સુનિલ ચૌધરી
પોલીસ ઇન્સપેકટરના ફોટા સાથે ભેજાબાજે તેમનુ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું
200થી 300 લોકોને રિકવેસ્ટ મોકલી રૂ. 1000થી 10,000ની મદદ માંગી હતી.
વડોદરા. સોશિયલ મીડિયાનો દુરુપયોગ વધુ થઈ રહ્યો હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અગાઉ ભેજાબાજે વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નરેન્દ્ર રાવત, ધારાસભ્ય સીમાબેન મોહિલેના નામથી બોગસ એકાઉન્ટ બનાવ્યા હતા. નેતાની સાથે હવે પોલીસ પણ ભોજબાજોના નિશાના પર આવી છે. ભેજાબાજે ગોત્રીના PI નું ફેસબુક એકાઉન્ટ બનાવી મિત્રો વર્તુળને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી રૂ,1000 થી લઇ 10,000 સુધીની માંગણી કરી હતી. અગાઉ શહેરમાં ફરજ બજાવી ચુકેલા સંજય ખરાત પણ સાયબર ક્રાઇમનો શિકાર બન્યા હતા.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગોત્રી પોલીસ સ્ટેશનના PI સુનિલ ચૌધરીનું ડુપ્લીકેટ ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. ડુપ્લીકેટ એકાઉન્ટ બનાવનારે સુનિલ ચૌધરીના પોતાના ઓરીજનલ એકાઉન્ટમાંથી વર્ધી વાળો ફોટો લઇ ફેક પ્રોફાઇલમાં મુક્યો હતો. ત્યાર બાદ સુનિલ ચૌધરીના ફ્રેન્ડ્સને ફેક એકાઉન્ટમાં એડ કરવામાં આવ્યા હતા. આમ, સુનિલ ચૌધરી સાથે જોડાયેલા 200 થી 300 લોકોને ફેક એકાઉન્ટમાં જોડાયા હતા. ફેસબુક એકાઉન્ટમાં સુનિલ ચૌધરી સાથે સંકળાયેલા ફ્રેન્ડ ગ્રુપના વર્તુળોમાં તેમના પર્સનલ ફેસબુક એકાઉન્ટમાં ચેટિંગ કરવાનું શરૂ કર્યું હતું.
ગોત્રી પોલીસ ઇન્સ્પેકટર સુનિલ ચૌધરીએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારા નામના બોગસ ફેસબુક એકાઉન્ટ પરથી મારા મિત્રોને "હેલો, " "ક્યાં હાલ હૈ", "એક છોટા સા કામ હૈ અર્જન્ટ મેં" "paytm / google pay યુઝ કરતે હો" તેમ કહી 'કુછ પૈસે ટ્રાન્સફર કર સકતે હો, કલ સુભે 8 બાજે વાપીસ કર દૂંગા "ની માંગણી કરી હતી. આ રીતે ભોજબાજે મારા મિત્ર વર્તુળમાં સંકયાળેલા 200 થી 300 લોકોને મેસેજ કર્યો હતો. અને રૂ,1000 - રૂ,10,000 સુધીની માંગ કરવામાં આવી હતી. આ અંગે રાત્રે 10 વાગ્યે મને મિત્રએ જાણકારી આપી હતી કે, તમારા નામથી નવું ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. અને રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે. જેની જાણ થતાં મેં પોતાના ઓરીજનલ એકાઉન્ટ પરથી પોસ્ટ અને સ્ટોરી શેર કરી પોસ્ટ લખી હતી કે, "મારા નામનું કોઈ એ ફેક FB એકાઉન્ટ બનાવેલ હોઈ કોઈએ ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવી નહીં કે ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવા નહીં .
ઉલ્લેખનીય છે કે, અગાઉ વડોદરા શહેરમાં ફરજ બજાવી ચુકેલા આઇપીએસ સંજય ખરાત પણ આ જ રીતે સાયબર ક્રાઇમનો શિકાર બન્યા હતા. જેઓ હાલ અરવલ્લીના SP છે. તાજેતરમાં શહેરના અકોટા વિધાનસભાના ધારાસભ્ય સીમાબેન મોહિલે તેમજ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નરેન્દ્ર રાવતનું પણ ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. તે સંદર્ભે તેમણે પોલીસને ફરિયાદ પણ કરી હતી. નેતાઓના બોગસ એકાઉન્ટ બનાવી લોકો સાથે છેતરપીંડી કરવાની ધટના દિવસેને દિવસે વધી રહી હતી.