• ઉપરથી બધી બહુ ટીમો આવશે, પણ આપણે કરવાનું ઊંધું જ, એને ઘરે જ સુવડાવી દેવાનો
  • ચપ્પલ કાંડના મુખ્યસૂત્રધાર સુધી હજી પોલીસ પહોંચી શકી નથી

વડોદરા. ગુજરાત વિધાનસભાની 8 પેટા ચૂંટણી પૈકી 147 કરજણ બેઠકની પેટાચૂંટણીમાં મતદાનની તારીખ નજીક આવતા રાજકીય ગરમાવો વધી રહ્યો છે. તેવા સમયે ભાજપનો જૂથવાદ ખુલ્લી પડે તેવો એક ઓડિયો વાઇરલ થયો છે. એક તરફ બંને પક્ષના ઉમેદવાર સ્ટાર પ્રચારકોને સાથે રાખીને જાહેર સભા સંબોધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં સત્તાપક્ષ ભાજપના નારાજ જૂથના સમર્થકની ઓડિયો ક્લિપ વાઈરલ થઇ છે. જેમાં ભાજપના સમર્થક દ્વારા કાર્યકરોને ફોન કરીને અક્ષય પટેલને ઘરે સુવડાવી દેવાની વાત કરવામાં આવી રહી છે. આ સાથે જ અક્ષય પટેલે 25 કરોડ રૂપિયા લીધા હોવાની વાત પણ કરે છે. આ ઓડિયો ક્લિપ વાઇરલ થતાં ચૂંટણી વચ્ચે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

હાલ કરજણ વિધાનસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો દ્વારા પુરજોશમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે કરજણ વિધનસભા બેઠક પર તાજેતરમાં જ ડેપ્યૂટી સી.એમ નિતીન પટેલ પર ફેંકાયેલા ચપ્પલને લઇને ભારે વિવાદ સર્જાયો છે. આ મામલે જિલ્લા પોલીસે કાવતરૂ ઘડનાર રશ્મિન પટેલની ધરપકડ કરી છે. પરંતુ હજી સુધી નિતીન પટેલ ઉપર ચપ્પલ ફેંકનાર શખ્સ સુધી પોલીસ પહોંચી શકી નથી. આ મામલે પોલીસે રશ્મિન પટેલને કોંગી કાર્યકર જાહેર કર્યો હતો. જોકે પાછળથી જાણવા મળ્યું કે, રશ્મિન પટેલ ભાજપનો કાર્યકર છે. અને શિનાર તાલુકામાં મહત્વનો હોદ્દો પણ ભોગવી ચૂક્યો છે.

તેવામાં હવે ભાજપના બે કાર્યકરોની વાતચિત અંગે વાયરલ થયેલી ઓડીઓ કલીપમાં બે કાર્યકર વચ્ચેની વાતના મહત્વના અંશ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud