• વડોદરા મધ્યસ્થ જેલમાં કોઇ કેદીની હત્યા થઇ હોઇ તેવો આ પ્રથમ કિસ્સો છે.
  • અઝરૂદ્દીન ઉર્ફે અજ્જુ કાણીયાની હત્યા મામલે પરિવારે જેલ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યાં
  • અજ્જુની હત્યા થઇ હોવાના સમાચાર વાયુ વેગની જેમ પ્રસરતા સયાજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો ટોળા ઉમટી પડ્યાં હતા.
  • જેલ તંત્ર સામે આક્ષેપો કરતુ ટોળું વડોદરા મધ્યસ્થ જેલ પહોંચતા ઉચ્ચ પોલીસે અધિકારીઓએ મામલો સંભાળ્યો
  • અજ્જુ કાણીયા સામે 35 ગુનાઓ, 4 વખત પાસા, 2 વખત તડીપાર કરાયો હતો.
  • અજ્જુ કાણીયાના ગળાના ભાગે 1.5 – 2 ઇંચ ઉંડો ઘા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું

વડોદરા. મધ્યસ્થ જેલમાં કાચા અને પાકા કામના કેદીઓને જુદા જુદા બેરેક અને યાર્ડમાં રાખવામાં આવતા હોય છે. ત્યારે અજ્જુ કાણીયો કાચા કામનો કેદી હોવાથી તેને 12 નંબરની યાર્ડમાં અન્ય કેદીઓ સાથે રાખવામા આવ્યો હતો. જ્યાં સવારની પહોરમાં અજ્જુ અને સાહીલ વચ્ચે માથાકુટ થતાં તેનુ ઢીમ ઢાળી દેવાયું હતુ. વડોદરા મધ્યસ્થ જેલમાં હત્યા કરાઇ હોવાનો આ પ્રથમ કિસ્સો છે. અજ્જુની હત્યાને પગલે તેના પરિવારજનોએ જેલ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.

શહેરના વાડી વિસ્તારમાં આવેલા માસુમ ચેમ્બર્સમાં રહેતો અઝરૂદ્દિન ઉર્ફે અજ્જુ કાણીયા મોહંમદ સિંધી સામે શહેરના અનેક પોલીસ સ્ટેશનમાં મારા-મારી, ખંડણી, હત્યાનો પ્રયાસ જેવા અનેક ગુનાઓ નોંધાયેલા છે. અજ્જુ કાણીયો ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાથી તેને 4 વખત પાસા અને 2 વખત તડીપાર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં વેપારીએ વાડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરીયાદને પગલે પોલીસે તેની અટકાયત કરી હતી. જોકે અજ્જુ કાણીયો પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ ગત ઓગષ્ટ મહિનામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મહેસાણા કડી ખાતેથી અજ્જુની ધરપકડ કરી હતી.

ત્યારબાદ પોલીસે તેના રિમાન્ડ મેળવી પુછપરછ કર્યા બાદ તેને જેલ હવાલો કરાયો હોતો. ગત ઓગષ્ટ મહિનાથી કાચા કામના કેદી તરીકે મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા અજ્જુ કાણીયાને ગત મોડી રાત્રે સુનિલ ઉર્ફે સાહીલ પરમાર સાથે કોઇ બાબતે ગાળા-ગાળી થઇ હોવાનુ જાણવા મળી રહ્યું છે. જે સંદર્ભે બુધવારે સવારે જેલ બંધી ખુલ્યા પછી સવારે 11-15 વાગ્યાના અરસામાં સાહીલે આવેશમાં આવી યાર્ડ નં-12માં અજ્જુ કાણીયાના ગળાના ભાગે પતરૂ ફેરવી દઇ તેનુ ઢીમ ઢાળી દીધું હતુ. અજ્જુ કાણીયાના ગળાના ભાગે 1.5 – 2 ઇંચ ઉંડો ઘા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

જેલમાં અજ્જુની હત્યા થઇ હોવાની વાત વાયુવેગની જેમ શહેરમાં પ્રસરી ગઇ હતી. જેથી મોટી સંખ્યામાં લોકો ટોલા સયાજી હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે પહોંચી ગયા હતા. જ્યાં અજ્જુના પરિવારજનો દ્વારા જેલ તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. જેમાં મૃતક અજ્જુ કાણીયાની બહેન પરવીન સિંધીએ વડોદરા સેન્ટ્રલના જેલના જેલર સામે આક્ષેપો કરતા જણાવ્યું હતુ કે, તેના ભાઇની હત્યા પાછળ જેલ તંત્રનો હાથ છે.

જેલ તંત્ર દ્વારા સામે પરિવારે આક્ષેપો કરતા મોટી સંખ્યામાં ટોળુ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પહોંચ્યું હતુ. જ્યાં ટોળાએ જેલ સત્તાધીશો સામે આક્ષેપો કરતા પરિસ્થિતિ ગંભીર બનવા પામી હતી. આ બાબતની જાણ સ્થાનિક પોલીસને થતાં વડોદરા પોલીસના જોઇન્ટ પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયા સહીતનો પોલીસ કાફલો સ્થળ પર પરિસ્થિતિ વણસે એ પહેલા ટોળાને વેરવિખેર કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !