વડોદરા. શહેરના ટીપી-13 વિસ્તારમાં રહેતા પિતા-પુત્ર અને મદાન લે વેચનુ કામ કરતા દલાલે દસ્તાવેજ કરી આપવાનુ કહીં બહાને યુવક પાસેથી રૂ. 13 લાખ જેટલી રકમ ખંખેરી લીધી હતી. જોકે આ મામલે યુવકે ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય ઠગબાજો સામે ફરીયાદ નોંધાવી હતી.

છાણી જકાતનાકા પાસે આવેલ કલ્પવૃક્ષ સોસાયટીમાં રહેતા અલ્પેશભાઈ રમણભાઈ પરમાર ખાનગી કંપનીમાં સ્ટ્રક્ચર ડિઝાઈનર તરીકે કામ કરે છે. અલ્પેશને નવું મકાન લેવાનું હતું. ત્યારે ગત વર્ષ 2019ના મેં મહિનામાં મકાનની દલાલીનું કામ કરતા પિતાંબર સોનવણે (રહે, છાણી જકાતનાકા) તેમના ઘરે આવ્યા હતા. અને ટી.પી 13માં સત્યનારાયણ ટાઉનશીપ સોસાયટીનું એક મકાન વહેચવાનું છે અને તેની કિંમત 25 લાખ રૂપિયા છે તો તે મકાન તમારે લેવાનું છે તેમ કહ્યું હતું. જેથી કલ્પેશે મકાન જોયા પછી મકાન માલીક નટુ જેઠા ડાભી તેના પુત્ર કૌશિકને મળ્યાબાદ મકાન લેવાની હા પાડી હતી.

ત્યારે નટુ ડાભીએ એડવાન્સ પેટે રૂ. 5 લાખની માંગણી કરી હતી. જેથી કલ્પેશે તાત્કાલિક રૂ. 5 લાખની વ્યવસ્થા થાય તેમ નથી. તેમ કહી એડવાન્સ પેટે રૂ. 2.01 લાખ નટુ ડાભીને આપ્યા હતા. બીજા દિવસે નટુએ કલ્પેશના પિતાને ફોન કરી અમે 5 લાખની માંગણી કરી હતી અને તમે 2.01 લાખ જ આપ્યા છે, એટલે તમે 5 લાખ પુરા કરી આપો તો જ તમને બાનાખત કરી આપીશ તેમ જણાવ્યું હતું. જેથી કલ્પેશે સગા સંબંધીઓ પાસેથી લઇ રૂપિયા 2.50 લાખ રોકડા નટુ ડાભીને આપ્યા હતા. બીજા દિવસે કલ્પેશ પિતા સાથે  નટુ ડાભીના ઘરે ગયો હતો અને બાનાખાતની વાત કરી હતી. ત્યારે કૌશિક ડાભીએ તમે બીજા 5.50 લાખ આપો પછી કુલ 10 લાખનો બાનાખત કરી આપીશ તેમ કહ્યું હતું.

કલ્પેશને નટુ ડાભી અને પિતાંબર સોનવણે ઉપર શંકા જતા કલ્પેશે નોટરાઇઝ બાનાખત કરી આપવા કહ્યું હતું. જોકે નટુ ડાભીએ 6 મહિનાની મુદતનો સાદો બાનાખત કરી આપ્યો હતો. આમ કલ્પેશે બીજા 5.50 લાખ પણ નટુ ડાભીને આપી કુલ 10.01 લાખ ચૂકવી આપ્યા હતા. થોડા સમય પછી પિતાંબર સોનવણે, નટુ ડાભી પત્ની સાથે કલ્પેશના ઘરે પહોંચ્યા હતા. અને હજુ 3 લાખ આપો નહિ તો સોદો કેન્સલ કરવામાં આવશે તેવી ધમકી આપી હતી. જેથી કલ્પેશે બીજા 3 લાખ પણ નટુ ડાભીને ચૂકવી આપી કુલ 13.01 લાખની રકમ ચૂકવી હતી.

6 મહિના પછી બાકી રહેતા નાણાં  લઇ કલ્પેશ નટુ ડાભીને આપવા ગયો હતો. ત્યારે નટુ ડાભી અને કૌશિક ડાભીએ મારે આ ઘર વહેંચવાનું નથી અને તને રૂપિયા પણ પરત આપવા નથી. તારાથી થાય તે કરી લે, અને જો ફરીથી પૈસા લેવા અમારા ઘરે આવ્યો તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આખરે કલ્પેશે ફતેગંજ પોલીસમાં નટુ જેઠા ડાભી, કૌશિક નટુ ડાભી અને દલાલ પિતાંબર સોનવણે વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud