• ગોત્રી GMERS હોસ્પિટલને ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. 
  • ગત તા. 19 ઓકટોબરના રોજ પંજાબી પાઘડી અને પઠાણી કપડા પહેરી એક શખ્સ હોસ્પિટલમાં ઇન્સપેકશન માટે પહોંચ્યો હતો.

વડોદરા. ગોત્રી મેડીકલ કોલેજના ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. અને હોસ્પિટલ સ્ટાફને ઇન્સ્પેક્શનની કામગીરીમાં સહયોગ આપવા માટે જણાવાયું છે. દરમિયાન 19 ઓક્ટોબરના રોજ હોસ્પિટલમાં એક શખ્સ ઇન્સ્પેક્શન કરવા આવ્યો હોવાનું સ્ટાફને જણાવી રૂઆબ બતાવી રહ્યો હતો. સ્ટાફે સામે વળતો સવાલ કરતા શખ્સ કાર લઇને ભાગી ગયો હતો. જેથી આ સમગ્ર મામલો ગોરવા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો.

કોવિડ હોસ્પિટલની કામગીરી પર દેખરેખ રાખવા માટે સમયાંતરે તપાસ – ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. પરંતુ GMERS હોસ્પિટલના સ્ટાફને અજાણ્યા શખ્સ દ્વારા ઇન્સ્પેક્શન કરવાનો કંઇક અલગ જ અનુભવ થયો હતો. ગોત્રી હોસ્પિટલમાં 19 ઓક્ટોબરના રોજ સાંજે પાંચ વાગ્યાની આસપાસ પંજાબી પાઘડી પહેરેલો અને પઠાણી કપડા પહેરેલો એક અજાણ્યો શખ્સ આવ્યો હતો. તેણે કોવિડ -19 ઓપીડી ખાતે પહોંચીને પોતાની ઓળખ એક્સ આર્મી મેન ડોક્ટર લક્ષ્યપ્રિત હોવાનું જણાવ્યું હતું. અને હોસ્પિટલમાં ઇન્સ્પેક્શન કરવા આવ્યાનું કહ્યું હતું. ઇન્સ્પેક્શન કરવાનું સાંભળતા જ તુરંત સ્ટાફે સહકાર આપ્યો હતો. અને દર્દીઓની માહિતી અને આઇસીયું, ઓપીડી વોર્ડ સંબંધિત માહિતી જણાવી હતી.

ત્યાર બાદ ડોક્ટરોએ ઇન્સપેકશન કરનાર એક્સ આર્મી મેન ડોક્ટર પાસે પોતાનું આઇડેન્ડીટી કાર્ડ માંગતા તેણે આનાકાની કરી હતી. અને ત્યાંથી પોતાની કારમાં ભાગી ગયો હતો. ગોત્રી હોસ્પિટલના મેડીકલની ટીમને શંકા જતા તેમણે ઉપરી અધિકારીને જાણ કરી હતી. ઇન્સ્પેક્શન મામલે વધુ તપાસ કરતા કોઇ વ્યક્તિ મોકલવામાં આવ્યું ન હોવાનું જાણવા મળ્યું હતું. આથી ગોત્રી મેડીકલ કોલેજના RMO ડો. અજીત ઝવેરીએ , લક્ષ્યપ્રિતસિંગ નામ ધરાવતા વ્યક્તિ સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ મામલે ઇન્સપેકશન કરવા આવેલા શખ્સની શોધખોળ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud