એસ્કોર્ટ સર્વિસના નામે જુદા જુદા વેબ પેજ બનાવી એક વોટ્સઅપ નંબર આપવામાં આવતો.
વોટ્સએપ નંબર પર ચેટ કરતા જ તુરંત જ યુવતિઓના અશ્લિલ ફોટા મોકલી ભાવ નક્કી કરવામાં આવતો
કારેલીબાગ પોલીસે ઝડપી પાડેલા શખ્સની અગાઉ વર્ષ 2019માં સયાજીગંજ અને ગોરવા પોલીસમાં ઇમ્મોરલ ટ્રાફિકીંગ મામલે ધરપકડ કરાઇ છે.
બે વખત પકડાયા છતાં એક જ વોટ્સએપ નંબર ચાલુ રાખી સેક્સ રેકેટ ચલાવવામાં આવતુ હતુ.
રૂ. 15000 નક્કી કરી જીવન પોતે અડધા રૂપિયા રાખી લાતી અને બાકીની રકમ યુવતિઓને આપતો
વડોદરા. શહેરમાં સેક્સ રેકેટ ચલાવવા માટે નોર્થ-ઇસ્ટથી છોકરી લાવી દેહવેપાર કરાવવામાં આવતો હતો. જેની માટે એસ્કોર્ટ નામની વેબસાઇટ બનાવી ગ્રાહકો માટે એક વોટ્સએપ નંબર આપવામાં આવતો હતો. જેથી સંપર્ક કરતા સામેથી યુવિતઓના અશ્લિલ ફોટા મોકલી ભાવ નક્કી કરવામાં આવતો હતો. આમ વોટ્સએપ પર ચાલતા સેક્સ રેકેટની જાણ કારેલીબાગ પોલીસને થતાં પર્દાફાશ કરી એક શખ્સની ઘરપકડ કરી બે પરપ્રાંતિ યુવતિઓને આ રેકેટમાંથી છોડાવી લેવામાં આવી હતી.
બનાવ અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આર.એ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, વોટ્સએપના માધ્યમથી સેક્સ રેકેટ ચાલતુ હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના પરિણામે તપાસ કરતા એસ્કોર્ટ સર્વિસના નામને જુદા જુદા વેબ પેજ બનાવી વોટ્સએપ નંબર આપવામાં આવ્યો હતો. સેક્સ રેકેટનો પર્દાફાશ કરવા માટે પોલીસે છટકુ ગોઠવ્યું હતુ. વેબસાઇટ પર આપેલા નંબર ઉપર ડમી ગ્રાહક મારફતે સંપર્ક કરવામાં આવ્યો હતો. વોટ્સએપ પર સંપર્ક કરતા તુંરત જ સામેથી યુવતિઓના અશ્લિલ ફોટા મોકલી ભાવ તાલ નક્કી કરવામાં આવ્યો હતો.
ડમી ગ્રાહકે ભાવ તાલ નક્કી કરતા એક શખ્સ ફોર વ્હિલર કારમાં યુવિતને લઇને વી.આઇ.પી રોડ પર પહોંચ્યો હતો. જ્યાં વોચમાં રહેલી પોલીસે દિલ્હીના જીવન શ્રીલાલ ભુલ ( મુળ પસ્શિમ દિલ્હી, હાલ રહે. ચંદન મહેલ હોટલ, સયાજીગંજ) ને ઝડપી પાડ્યો હતો. જીવન સામે અગાઉ વર્ષ 2019માં સયાજીગંજ અને ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ઇમ્મોરલ ટ્રાફિકીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. જે મોબાઇલ નંબર મારફતે જીવન અગાઉ સેક્સ રેકેટ ચલાવતો હતો તે જ નંબરનો હાલમા પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
પોલીસે આ મામલે જીવન સામે ધી ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ગુનો નોંધી તેની પ્રાથમિક પુછપરછ કરતા અન્ય એક મહિલા સયાજીગંજ વિસ્તારમાં આવેલી મામતા હોટલમાં હોવાનુ જાણવા મળ્યું હતુ. આમ પોલીસે સિક્કમની બે યુવતિઓને સેક્સ રેકેટમાંથી મુક્ત કરાવી તેમના ઘરે પરત મોકલવા તજવીજ હાથ ધરી છે.