- INCOME WALLSના મહાઠગ આદેશ દેવકુમારની રાજસ્થાન બાંસવાડા પોલીસે શુક્રવારે ધરપકડ કરી હતી.
- આદેશની ધરપકડ કર્યા બાદ તેણે પશ્ચિમ વિસ્તારમાં આવેલા જે.પી રોડ પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયો હતો.
- આદેશ પોલીસને વિશ્વાસ અપાવ્યો કે સવારે હાજર થઇ જશે અને રાત્રે હોટલમાં જ રોકાશે
- સવાર પડતા રાજસ્થાન પોલીસ પહોંચી પણ આદેશ ફરાર થઇ ગયો હતો.
- આ બનાવને 24 કરતા કલાક કરતા વધુ સમય વિતી ગયો હોવા છતાં આદેશનો પોલીસને કોઇ પત્તો મળ્યો નથી.
વડોદરા. ઇન્કમવોલ્સના મહાઠગ આદેશ દેવકુમારની રાજસ્થાનની બાંસવાડા પોલીસે શુક્રવારે ધરપકડ કરી હતી. જોકે પોતાની રાત્રીના સમયે ધરપકડ ન થયા તે માટે તેણે પોલીસને સવારે હાજર થવાનો વિશ્વાસ અપાવ્યો હતો. તદઉપરાંત આદેશ પોતાના ઘરે નહીં પરંતુ હોટલમાં રોકાયો હોવાનો પણ પોલીસને વિશ્વાસ અપાવી ફરાર થઇ ગયો હતો. જોકે આ સમગ્ર ચકચારી મામલો બહાર આવતા હવે વડોદરા પોલીસના ઉચ્ચઅધિકારોઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
શહેરના જૂના પાદરા રોડ અક્ષર ચોક નજીક સિગ્નેટ અને દિવાળીપુરા સ્થિત એલ.ઇ સીટી સેન્ટરમાં ઓફીસ રાખી મિલ્કતો ભાડે અને વેચાણ કરવાનો વ્યવસાય કરે છે. આદેશ દેવકુમાર ગુનાહિત ઇતિહાસ ઘરાવે છે. ગત વર્ષ 2019માં અમદાવાદના હોટલ માલિકે તેની સામે છેતરપીંડી અને ધમકી આપ્યાની ફરીયાદ જે.પી રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી. આ મામલે SOGએ આદેશ અને તેની પત્નીની ધરપકડ કરી હતી.
ત્યારબાદ આદેશ દેવકુમાર સામે રાજસ્થાનના બાંસવાડા પોલીસ સ્ટેશન ખાતે મિલ્કત બાબતે ફરીયાદ નોંધાઇ હતી. જેથી રાજસ્થાન પોલીસ તેની શોધમાં ગત શુક્રવારના રોજ વડોદરા આવી પહોંચી હતી. જ્યાં તપાસ દરમિયાન રાજસ્થાન પોલીસે આદેશને તેની ઓફીસેથી ઝડપી પાડી રવાના થઇ હતી. જોકે કાયદાકીય કાર્યવાહી કરવાનો હોવાથી રાજસ્થાન પોલીસે આદેશને લઇને જે.પી રોડ પોલીસ સ્ટેશને પહોંચી હતી. જ્યાં આદેશે રાત્રીના સમયે પોતાની ધરપકડ ન થાય તે માટે પોલીસને વિશ્વાસ અપાવ્યો કે હું સવારે હાજર થઇ જઇશ અને ઘરે નહી પણ હોટલમાં રોકાઇશ. આદેશની વાતમાં આવી ગયેલી રાજસ્થાન પોલીસે તેને મંજૂરી આપી હતી. પરંતુ આદેશ સવારે હાજર ન થતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
રાજસ્થાન પોલીસે જેની ધરપકડ કરી તેવો મહાઠગ આદેશ દેવકુમાર આ રીતે ફરાર થઇ જતા પોલીસની મહેનત ઉપર પાણી ફરી વળ્યું હતુ. જોકે આ મામલો વડોદરા શહેર પોલીસના ઉચ્ચઅધિકારીઓના ધ્યાને આવતા સમગ્ર બનાવની જીણવટભરી તપાસ કરવામાં આવી રહીં છે. જોકે આદેશને કોણા ઇશારે રાજસ્થાન પોલીસે જવાની મંજૂરી આપી તે ખૂબ જ મહત્વની બાબત છે. જો આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો કેટલાકની સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે.