મુળ ઉત્તપ્રદેશની રહેવાસી ગુડીયા ઉર્ફે મુસ્કાનની ટ્રકમાં ગળુ દબાવી હત્યા કરાઇ હતી.
હત્યા કર્યા બાદ વડોદરા અમદાવાદ એકસપ્રેસ હાઇવે પરના બ્રીજ પરથી રાતના અંધારામાં લાશને મહિસાગરમાં ફેંકી દેવાઇ હતી.
હત્યારાઓને એમ હતુ કે ઉત્તરપ્રદેશની યુવતિ હોવાથી કોઇને પત્તો નહીં લાગે
યુવતિ પાસેથી મળી આવેલા મોબાઇલે રાઝ ખોલી હત્યારાઓ સુધી પહોંચાડ્યાં
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે હત્યારા મુજસ્સમ ઉર્ફે સેબુ અને તેના સાગરીત સંદિપની ધરપકડ કરી
વડોદરા. શહેર નજીક આવેલા ફાજલપુર નજીકથી પસાર થતી મહિસાગર નદીમાંથી ગત તા. 4 ઓકટોબરના રોજ ડિકમ્પોઝ થયેલી હાલતમાં એક મહિલાની લાશ મળી હતી. નંદેસરી પોલીસે મહિલાની લાશનુ પોસ્ટ મોર્ટમ કરાવતા તેની હત્યા થઇ હોવાનુ બહાર આવ્યું હતુ. જેથી શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવા કામે લાગી હતી. જેમાં એક મોબાઇલના IMEI નંબરે પોલીસને હત્યારાઓ સુધી પહોંચાડતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.
બનાવ અંગે વડોદરા શહેર ડીસીપી ક્રાઇમ જયદિપસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, મુળ ઉત્તરપ્રદેશના તાતા મોરે ગામમાં રહેતી ગુડીયા ઉર્ફે મુસ્કાન ખાનને તેના ગામમાં રહેતા સોહેબ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. જોકે સોહેબના મોટાભાઇ મુજસ્સમ ઉર્ફે સેબુ અનવરઉલહસન ખાનને બન્નેનો પ્રેમસબંધ મંજૂર ન હતો. પરંતુ સોહેબ ગુડીયા સાથે લગ્ન કરવાની ઇચ્છા ધરાવતો હતો. જેથી મોટાભાઇએ તેના નાનાભાઇ સોહેબને અનેક વખત સમજાવ્યો પરંતુ તે માન્યો ના હતો.
સોહેબ અને મુસ્કાન લગ્ન કરે તેનો સેબુને સખ્ત વિરોધ હતો. જેથી તેણે મુસ્કાનનો કાંટો કાઢી નાખવા હત્યાનો પ્લાન ઘડી ગુજરાત ખાતે ફરવાના બહાને તેણીને ટ્રકમાં લઇ આવ્યો હતો. જ્યાં તેણે ચાંગોદર ખાતે ટ્રકનો સામાન ખાલી કરી મિત્રની ટ્રકમાં ક્લીનર સંદીપ અને મુસ્કાન સાથે બેસી ગયો હતો. દરમિયાન વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર પહોંચતા સેબુએ ચાલુ ટ્રકમાં મુસ્કાનનુ ગળુ દબાવ્યું અને બીજી તરફ સંદીપે તેના પગ પકડી રાખી હત્યા કરી નાખી હતી.
મુસ્કાનની હત્યા કર્યા બાદ તેના હાથ-પગ અને મોઢું બાંધી લાશને ધાબળામાં વિટી એક્સપ્રેસ હાઇવે પરના મહિસાગર બ્રીજ પરથી નદીમાં ફેંકી દીધી હતી. જોકે હત્યારાઓ માનતા હતા કે, ઉત્તર પ્રદેશની યુવતિ હોવાથી પોલીસને કંઇ ખબર નહીં પડે, પરંતુ એવુ શક્ય બન્યુ નહીં અને મુસ્કાનના કપડામાંથી મળી આવેલા મોબાઇલ ફોને બન્ને હત્યારાઓ સુધી ક્રાઇમ બ્રાન્ચને પહોંચાડી દીધા હતા. જોકે આ મોબાઇલ ફોન મુસ્કાનના પ્રેમી સોહેબે જ તેણીને આપ્યો હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ.