• સલીમ ગોલાવાલા સામે હત્યાનો પ્રયાસ, આર્મસ એક્ટ, જુગાર સહીત 20 જેટલા ગુનાઓ નોંઘાયેલા છે.
  • ખંડણીના ગુનામાં અજ્જુની વાડી પોલીસે અટકાયત કરી હતી.
  • અજ્જુને વાડી પોલીસ સ્ટેશનમાંથી ભાગડાવા સલીમ ગોલાવાલાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
મૃતક અજ્જુ કાણીયો અને સલીમ ગોલાવાલા

વડોદરા. શહેરની મધ્યસ્થ જેલમાં ગત તા. 14 ઓકટોબરના રોજ અઝરૂદ્દિન ઉર્ફે અજ્જુ કાણીયાની હત્યા કરી દેવામાં હતી. અજ્જુ વાડી પોલીસ સ્ટેશનમાંથી ફરાર થતા તેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. જોકે અજ્જુને વાડી પોલીસ સ્ટેશનમાંથી ભગાડવામાં સલીમ ગોલાવાલાની મુખ્ય ભૂમિકા ભજવી હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જેથી વાડી પોલીસે ટ્રાન્સફર વોરન્ટ મારફતે ધાનેરા જેલમાંથી સલીમની કસ્ટડી મળવી વધુ તપાસ હાથ ધરી છે.

અજ્જુ કાણીયો અને સલીમ ગોલાવાલા ખૂબ જ નજીકના મિત્રો હતા. ગત જૂન મહિનામાં વાડી પોલીસ સ્ટેશન ખાતે વેપારીએ ખંડણીની ફરીયાદ નોંધાવતા પોલીસે અજ્જુ કાણીયાની અટકાયત કરી હતી. તેવામાં ગત તા. 15 જૂનના રોજ અજ્જુ કાણીયો તેના સાગીરત સાથે વાડી પોલીસ સ્ટેશનમાંથી એક્ટિવા પર બેસી ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસે આ મામલે તપાસનો દોર શરૂ કરતા અજ્જુને પોલીસ સ્ટેશનથી ભગાડવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર મોહંમદસલીમ ગુલામમોહંમદ ગોલાવાલાની સંડોવણી બહાર આવી હતી.

અજ્જુને વાડી પોલીસ સ્ટેશનમાંથી ભગાડ્યા બાદ સલીમે તેને મહેસાણાના કડી ખાતે આસરો આપ્યો હતો. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે અજ્જુ કાણીયા તેના સાગીરત અને સલીમ ગોલાવાલની ધરપકડ કરી હતી. જોકે સલીમ આર્મસ એક્ટના ગુનામાં પણ સંડોવાયેલો હોવાથી તેને બનાકાંઠાના ધાનેરા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. જ્યારે અજ્જુને ભગાડવાના ગુનામાં તેની ધરપકડ કરવાની બાકી હોવાથી વાડી પોલીસે આખરે સલીમ ગોલાવાલાનો ટ્રાન્સફર વોરન્ટથી કસ્ટડી મેળવી વધુ પુછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સલીમ ગોલાવાલા સામે 1991થી 2020 સુધીમાં હત્યાનો પ્રયાસ, આર્મસ એક્ટ, જુગાર સહીત 20 ગુનાઓ નોંધાયેલા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud