પોતાનું ઘર લેવા માટે રૂ. 8 લાખ યુવતિએ પોતાના બોસ પાસેથી લીધા
ટુકડે ટુકડે પૈસા પરત કરી રહેલી યુવતીને એક દિવસ બોસે શારીરીક અડપલા કર્યા અને યુવતિએ નોકરી છોડી દીધી
ગોવા કોન્ફરન્સમાં જવાનું છે, તેમ કહી ફ્લાઇટમાં યુવતિને લઇ જઇ હોટલમાં ત્રણ દિવસમાં 7 વખત મરજી વિરૂદ્ધનું કૃત્ય કર્યું
પેસા આપ નહિ તો મારી સાથે સંબંધ રાખ તેવા રટણથી ત્રસ્ત થયેલી યુવતિએ આખરે બોસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
વડોદરા. ગોત્રી વિસ્તારમાં રહેતી યુવતી જેતલપુર રોડ પર આવેલા ઓરીએન્ટ એજ્યુકેશન પ્રાઇવેટ લી.માં એજ્યુકેશન કન્સલ્ટન્ટ તરીકે કામ કરતી હતી. વર્ષ 2019-20 માં યુવતીને ઘર ખરીદવા માટે રૂ. 8 લાખની જરૂરત પડી હતી. જેથી તેણે ઓરીએન્ટ એજ્યુકેશન પ્રાઇવેટ લી કંપનીના માલિક વિજય દિનેશભાઇ અગ્રવાલ (રહે- રામાકાકાની ડેરી, છાણી જકાતનાકા) ને લોન લેવા બાબતે વાતચીત કરી હતી. ત્યારે વિજયે લોન લેવાની શું જરૂર છે. હું પૈસા આપીશ. તેવી બાંહેધારી આપી હતી અને રૂ. 8 લાખ આપ્યા હતા.
ત્યાર બાદ યુવતીએ થોડા સમયમાં રૂ. 8 લાખ માંથી રૂ. 3 લાખ પરત કર્યા હતા. અને બાકીના રૂ. 5 લાખ ટુકડે ટુકડે પરત આપવા જણાવ્યું હતું. પરંતુ જાન્યુઆરી મહિનામાં યુવતી ઓફીસ પર હતી ત્યારે વિજયે યુવતી સાથે શારીરીક અડપલા કર્યા હતી. જેથી યુવતીએ નોકરી છોડી દીધી હતી. પરંતુ પૈસા પરત મેળવવાની લાલચમાં અને પોતાની વાસના સંતોષવાના સ્વપ્ન જોતા વિજયે યુવતીને ફેબ્રુઆરી મહિનામાં ફોન કરી આપણે એજ્યુકેશન કોન્ફરન્સ માટે ગોવા જવાનું છે, તેમ જણાવ્યું હતું. ત્યારે યુવતીએ મારા પરિવારમાંથી મને એકલી નહિ આવવા દે તેવો જવાબ આપ્યો હતો. તેના જવાબમાં વિજયે કહ્યું કે , કોન્ફરન્સમાં આપણે એકલા નથી. અન્ય સ્ટાફ પણ આપણી સાથે જોડાશે.
દરમિયાન વિજય અને યુવતિ ફ્લાઇટ દ્વારા ગોવા પહોંચ્યા હતા. ત્યારે યુવતિએ વિજયને પુછ્યું કે બીજો સ્ટાફ ક્યાં છે. ત્યારે વિજયે જવાબ આપ્યો કે, તેઓ ટ્રેન મારફતે આવવાના છે. ત્યાર બાદ ત્રણ દિવસ સુધી વિજયે યુવતિ સાથે મરજી વિરૂદ્ધ 7 વખત શારીરીક સંબંધ બાંધ્યા હતા. ઘટના બાદ વિજય અને યુવતી વડોદરા ફ્લાઇટ મારફતે પરત આવ્યા હતા.
શારીરીક શોષણનો ભોગ બનેલી યુવતિએ પોતાનું અને પોતાના પરિવારનું નામ ન બગડે તે વાત ધ્યાને રાખી ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પરંતુ પોતાની શારીરીક વાસના સંતોષાયા બાદ વિજયે યુવતી પાસે પોતાના બાકી નિકળતા રૂ. 5 લાખની માંગણીનું રટણ ચાલુ કરી દીધું હતું. અને જો તું તાત્કાલીક પૈસા ન આપે તો મારી સાથે સંબંધ બાંધ તેવી અધટીત માંગણી કરી હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. આખરે કંટાળેલી યુવતીએ પોલીસનો સહારો લીધો હતો અને ગોત્રી પોલીસમાં ફરિચાદ નોંધાવી હતી. પોલીસે આઇપીસી કલમ 354, 376 અને 506 મુજબનો ગુનો નોંઘી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
- પોતાનું ઘર લેવા માટે રૂ. 8 લાખ યુવતિએ પોતાના બોસ પાસેથી લીધા
- ટુકડે ટુકડે પૈસા પરત કરી રહેલી યુવતીને એક દિવસ બોસે શારીરીક અડપલા કર્યા અને યુવતિએ નોકરી છોડી દીધી
- ગોવા કોન્ફરન્સમાં જવાનું છે, તેમ કહી ફ્લાઇટમાં યુવતિને લઇ જઇ હોટલમાં ત્રણ દિવસમાં 7 વખત મરજી વિરૂદ્ધનું કૃત્ય કર્યું
- પેસા આપ નહિ તો મારી સાથે સંબંધ રાખ તેવા રટણથી ત્રસ્ત થયેલી યુવતિએ આખરે બોસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી