ગોરવા સમતા વિસ્તારમાં આવેલા નારાયણ નગરમાં ગત મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો.
શાકભાજીના ચપ્પુ વડે કાકાની હત્યા કરનાર ભત્રીજાએ BSC સુધીનો અભ્યાસ કર્યો છે.
મૃતક IDBI બેન્કમાં અને હત્યારો BOBમાં સિક્યુરિટી ગાર્ડ તરીકેની ફરજ બજાવતા હતા.
વડોદરા. શહેરના ગોરવા સમતા વિસ્તારમાં રહેતો અને મૂળ ઉતરપ્રદેશના 37 વર્ષીય યુવકની હત્યાનો બનાવ ગત રાતે સામે આવ્યો હતો. જો કે પોલીસ તપાસમાં કાકાની ભત્રીજાએ જ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું ઘટસ્ફોટ થયો છે.
શહેરના સમતા વિસ્તારમાં આવેલ નારાયણ નગરના અક્ષર એપાર્ટમેન્ટમાં રહેતો દિપેન્દ્ર પાંડે મુળ ઉત્તરપ્રદેશના ગોરખપુરનો રહેવાસી છે. દિપેન્દ્રએ યુ.પીની દિનદયાળ યુનિવર્સિટીમાંથી BSC સાયન્સ સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ દિપેન્દ્ર ત્રણ વર્ષ અગાઉ વડોદરા ખાતે આવી ગયો હતો. અને બેન્ક ઓફ બરોડામાં સિક્યુરિટી ગાર્ડ તરીકેની નોકરી કરી પોતાનુ ગુજરાન ચલાવતો હતો. દરમિયાન તેના કાકા અમરેન્દ્ર પાંડે કોઇ કામકાજ ન હોવાથી તેણે તેઓને વડોદરા ખાતે બોલાવી IDBI બેન્કમાં સિક્યુરિટીની નોકરી આપવી હતી.
આમ બન્ને કાકા ભત્રીજાઓ એકજ મકાનમાં છેલ્લ દોઢ વર્ષથી સાથે રહેતા હતા. જોકે અમરેન્દ્ર દારૂ પીવાની ટેવ વાળ હોવાતી કાકા ભત્રીજા વચ્ચે અવાર નવાર બોલાચી થતી હતી. ગત તા. 18 ઓકટોબરના રોજ અમરેન્દ્રએ ફરી એક વખત દારૂ ઢીંચી લેતા દિપેન્દ્રએ પોલીસને જાણ કરી દીધી હતી. જેથી પોલીસે આ મામલે અમરેન્દ્ર વિરૂધ પ્રોહિબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજા દિવસે જામીન પર છુટકારો મેળવી ઘરે પરત ફરેલા અમરેન્દ્રએ ભત્રીજા દિપેન્દ્રરને, તે પોલીસને કેમ જાણ કરી તને જોઇ લઇશ કહીં ધમકી આપી તેના માતા-પિતાને ફોન કરી બિભત્સ ગાળો આપી હતી.
કાકાની આ હરકતોથી કંટાળી ગયેલા ભત્રીજાએ ઘરમાં પડેલા શાકભાજીના ચપ્પુ વડે અમરેન્દ્રના ગળા પર 2થી 3 ઘા ઝીંકી દીધા હતા. લોહીમાં લથબથ પડેલા કાકાને જોઇ દિપેન્દ્ર એક તબક્કે ગભરાયો અને પોલીસથી બચવા માટે ઘરના દાદર પર બેસીને રડવા માંડ્યો હતો. ત્યારે આસપાસના લોકોએ પૂછતા જણાવ્યું હતું કે મારા કાકા ને કોઈએ હત્યા કરી નાખી છે. જેથી બાજૂમા રહેતી મહિલાએ ઘરમાં જઇ તપાસ કરતા લોહીના ખાબોચીયામાં એક વ્યક્તિ ઉંધામાથે પડેલો જોવા મળ્યો હતો. દરમિયાન મહિલાએ આ બાબતની પોલીસને જાણ કરતાં લક્ષ્મીપુરા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી.
ઘટનાની તપાસ કરતા પોલીસ અધિકારીઓને દિપેન્દ્રની વાત શંકાસ્પદ જણતા ઘનિષ્ઠ પુછપરછ કરતા તેણે વટાણા વેરી દઇ કાકાની હત્યા કરી હોવાની કબુલાત કરી લીધી હોવાનુ એસીપી બકુલ ચૌધરીએ જણાવ્યું હતુ. વધુમાં તેઓએ જણાવ્યું કે કાકા અમરેન્દ્રની હત્યા કર્યા બાદ એપાર્ટમેન્ટના દાદરા ઉપર બેસી દીપેન્દ્ર રડવા લાગ્યો હતો. તેમજ સગા સબંધીઓને ફોન કરી મારા કાકાને કંઈક થઇ ગયું છે, તેમ જણાવી 108 અને પોલીસ કંટ્રોલ રૂમમાં 100 નંબર ઉપર ફોન કર્યા પરંતુ બંને હેલ્પ લાઈન ઉપર ફોન લાગ્યો ન હતો.
હત્યાના ગંભીર ગુના મામલે લક્ષ્મીપુરા પોલીસે હાલ દિપેન્દ્ર પાંડેની અટકાયત કરી તેનો કોવિડ-19 ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે. જોકે કોવિડ રિપોર્ટ આવ્યાં બાદ પોલીસે આ મામલે વધુ પુછતાછ હાથ ધરશે.