આજવા ચોકડી નજીક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો
કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતાં બાપોદ પોલીસની પીસીઆર વાન સ્થલ પર પહોંચી હતી
કોન્સ્ટેબલ ઘવાતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
ટેન્કર નંબરના આધારે ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો
વડોદરા. ગઈકાલે રાત્રે આજવા ચોકડી પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં બાપોદ પોલીસ મથકની પીસીઆર વાન સ્થળ પર દોડી ગઇ હતી. આ દરમિયાન ડમ્પર ચાલુ ન થતાં પીસીઆર વાન ડમ્પરની પાછળ ઉભી રાખી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવી રહ્યો હતો. તે વખતે પૂરપાટ ઝડપે ધસી આવેલા ટેન્કર ચાલકે પીસીઆર વાનને ટક્કર મારતા પીસીઆર વાનમાં બેસેલા કોન્સ્ટેબલને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે ટેન્કર ચાલકની બાપોદ પોલીસે ગાડી નંબરના આધારે શોધખોળ હાથ ધરી હતી.
બાપોદ પોલીસ મથકમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ તેરસીંગભાઈ માવજીભાઈએ બાપુ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલે મોડી રાત્રે પીસીઆર ગાડીમાં ડ્રાઇવર એલઆરડી સંજયભાઈ જેસીંગભાઇ સાથે ફરજ પર હતા તે દરમિયાન પોલીસ કંટ્રોલરૂમ તરફથી મેસેજ મળ્યો હતો કે, આજવા ચોકડી અમદાવાદ તરફ જતા એક કારનો ડમ્પર સાથે અકસ્માત થયો છે. જેના કારણે તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને કારને ટોઇંગ કરાવડાવી સાઇડ ઉપર મૂકી હતી. જ્યારે ડમ્પર ચાલુ ન થતું હોય બંધ હાલતમાં પડયું હતું. જેથી પોલીસ કર્મીઓને ટ્રાફિક ખુલ્લો કરવાની ફરજ પડી હતી.
આ દરમિયાન તેઓએ પોતાની પીસીઆર વાન ડમ્પરની પાછળ પાર્કિંગ લાઈટ ચાલુ કરી ઊભી રાખી હતી. પોલીસ કંટ્રોલરૂમમાં લોકેશન આપવા તેરસીંગભાઈ પીસીઆર વાનમાં બેઠા હતા. જ્યારે તેમના સાથેનો ડ્રાઇવર અને અન્ય કોન્સ્ટેબલ ટ્રાફિક નિયમન કરી રહ્યા હતા. અચાનક પૂરપાટ ઝડપે ધસી આવેલા ટેન્કરે પીસીઆર વાનને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માતમાં તેરસિંગ ભાઈને છાતીના ભાગે ઈજાઓ પહોંચી હતી. તેમજ પીસીઆર વાનને નુકસાન થયું હતું. અકસ્માતમાં ઘવાયેલા તેરસીંગભાઈને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું. બાપોદ પોલીસે આ અંગે ટેન્કર નંબરના આધારે ચાલકની શોધખોળ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.