ડીજીપી આશીષ ભાટીયાએ વોચ ગુજરાત સાથે વાત કરતા જણાવ્યું કે, વિસ્તારમાં મોટી રેઇડ હોવાના કારણે ગોત્રી પી.આઇ અને પી.એસ.આઇની નિષ્કાળજી સામે આવતા બન્નેને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
ગત રોજ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા અકોટા વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડા પર રેઇડ કરી રૂ. 2.68 લાખના દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી.
સ્ટેટ મોનિટરીંગ સેલની રેઇડ દરમિયાન ગોત્રી પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી.
મામલાની ગંભીરતાને જોતા DGP આશીષ ભાટીયાએ તાત્કાલીક ગોત્રી પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર એ.બી ગોહિલ અને સબ ઇન્સપેકટર એચ.જી ગોહિલને સસ્પેન્ડ કરવા આદેશ કર્યો
[caption id="attachment_4620" align="aligncenter" width="1280"] (ગોત્રી પોલીસ સ્ટેશન)[/caption]
વડોદરા. શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ઠેર-ઠેર દારૂની રેલમછેલ થતી જોવા મળી રહીં છે. ત્યારે અકોટા વિસ્તારમાં આવેલા હાઉસીંગ બોર્ડ સ્થિત ગણપતિ મંદિર નજીક ખુલ્લેઆમ દારૂનુ વેચાણ થઇ રહ્યું હોવાની બાતમી સ્ટેટ મોનિટરીંગ સેલને મળી હતી. જેના પરિણામે ગત મોડી સાંજે અકોટા વિસ્તારમાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડો પાડી રૂ. 2.68 લાખના દારૂના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગોત્રી પોલીસ ઉંઘતી ઝડપાતા ઇન્સપેકટર એ.બી ગોહિલ અને સબ ઇન્સપેકટર એચ.જી ગોહિલને તાત્કાલીક સસ્પેન્ડ કરવા DGP આશીષ ભાટીયાએ હુકમ કર્યો છે.
શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા અકોટા હાઉસીંગ બોર્ડમાં છેલ્લા ઘણા દિવસોથી પોલીસની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ દારૂનો વેપલો ચાલી રહ્યો હતો. તેવામાં સ્ટેટ મોનિટરીંગ સેલને આ અંગેની બાતમી મળતા રવિવારે મોડી સાંજે દરોડો પાડવામાં આવ્યો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દારૂનુ વેચાણ કરનાર શખ્સ અને જેના ઘરમાં દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો હતો. બન્નેની ધરપકડ કરી રૂ. 2.68 લાખનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલની આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગોત્રી પોલીસ ઊંઘતી જોવા મળી હતી.
સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા આ મામલે જીતનેદ્ર પાટીલ અને અનિલ ઉત્તેકરની ધરપકડ કરી ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનની ફરીયાદ નોંધાવી હતી. જેમાં બન્નેની પ્રાથમિક પુછતાછ દરમિયાન લાલુ સીંધી પાસેથી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની કબુલાત જીતેન્દ્ર પાટીલે કરી હતી. જેથી પોલીસે લાલુ સીંધી, યોગેશ પાટીલ અને ધર્મેશ પાટીલ સામે ગુનો નોંધી અન્યની શોધખોળ હાથ ધરી હતી. તેવામાં ગોત્રી પોલીસની બેદરકારી કે પછી દારૂના વેપાલા સામે આંખ આડા કાન કરનાર ઇન્સપેકટર એ.બી ગોહિલ અને સબ ઇન્સપેકટર એચ.જી ગોહિલને તાત્કાલીક સસ્પેન્ડ કરવા ડીજીપી આશીષ ભાટીયાએ હુકમ કર્યો છે.