અક્ષર ચોક પાસેના ધ પાર્ક એપાર્ટમેન્ટના બીજી માળે ધ શ્રેષ્ઠ વેલનેસ પ્રા. લી. નામથી રજીસ્ટર હતુ બુદ્ધા ઇન્ટરનેશનલ સ્પા (Buddha International Spa)
સ્પાના નામે રાજ્ય બહારથી યુવતિઓ લાવી દેહવેપારનો ધંધો ચલાવવામાં આવતો હતો.
શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપે બુદ્ધા સ્પામાં દરોડો પાડતા દેહવેપાર અન્ય રાજ્યોની 9 યુવતીઓ મળી આવી
બુદ્ધા ઇન્ટરનેશનલ સ્પાના (Buddha International Spa) સંચાલક પ્રિતેશ મિસ્ત્રીની પોલીસે ધરપકડ કરી
WatchGujarat. રાજ્યભરમાં સ્પાની આડમાં ગોરખ ધંધા પર પોલીસે દરોડા પાડ્યા હોવાના અસંખ્યા કિસ્સાઓ જોવા મળી રહ્યાં છે. થોડા સમય પહેલા જ સ્ટેટ વિજીલન્સની ટીમે વડોદરાના વિવિધ વિસ્તારોમાં ચાલતા સ્પા સેન્ટર પર દરોડા પાડ્યાં હતા. તેમ છતાં સ્પાની આડમાં ચાલતા દેહવેપારનો અંત આવ્યો ન હતો. તેવામાં લાંબા સમયથી અક્ષર ચોક નજીક ચાલતા નામંકિત બુદ્ધા ઇન્ટરેનશલ સ્પા (Buddha International Spa) માં ચાલાત દેહવેપારનો એસ.ઓ.જીએ પર્દાફાશ કર્યો છે.
શહેરના અક્ષર ચોર સ્થિત ધ પાર્ક એપાર્ટમેન્ટના બીજી માળે છેલ્લા ઘણા સમયથી બુદ્ધા ઇન્ટરનેશનલ સ્પા (Buddha International Spa) ચલી રહ્યું હતુ. સ્પાની આડમાં રાજ્ય બહારથી યુવતીઓ લાવી દેહવેપારનો પણ ધંધો કરવામાં આવી રહ્યો હતો. જે અંગેની જાણ શહેરના પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગૃપને થઇ હતી. જેના પરિણામે પોલીસે બુદ્ધા ઇન્ટરનેશનલ સ્પામાં દરોડો પાડવા માટે છટકુ ગોઠવ્યું હતુ. એસ.ઓ.જીએ બુદ્ધા ઇન્ટરનેશનલ સ્પા (Buddha International Spa) માં દરોડો પાડતા 9 યુવતીઓ મળી આવી હતી.
બુદ્ધા ઇન્ટનેશનલ સ્પા (Buddha International Spa) માં આવતા ગ્રાહકોને તેની પસંદગી મુજબની યુવતીઓ પુરી પાડવામાં આવતી હતી. યુવતીઓને મહિને પગાર પર રાખી ગ્રાહકો પાસેથી એક દીઠ રૂ. 3,000થી 9,000 સંચાલક દ્વારા વસુલવામાં આવતા હતા. સ્પાની આડમાં ચાલતા દેહવેપારનો ધંધો કરતા સંચાલક પ્રિતેશ મિસ્ત્રીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આ મામલે પ્રિતેશ મિસ્ત્રી વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બુદ્ધા ઇન્ટનેશનલ સ્પામાં રેઇડ દરમિયાન મળી આવેલા રાજ્ય બહારની 9 યુવતીઓને પોલીસે દેહવેપારના ધંધામાંથી મુક્ત કરાવી હતી.