• ગત જૂન મહિનામાં શહેરમાંથી ગાયો ચોરી થયાની કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ હતી.
  • ગાયોની ચોરી કરવા માટે ખોટા નંબર પ્લેટ વાળી ગાડીઓ લઇને આવતા તસ્કરો
  • ગોલ્ડન ચોકડી પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ગૌ તસ્કરી કરનાર પાંચની ધરપકડ કરી હતી.
  • આ ટોળકી સમગ્ર રાજ્યમાં એક જ મોડ્સ ઓપરેન્ડી સાથે ગૌ તસ્કરી કરતી હતી.

વડોદરા. ગત જૂન મહિનામાં સલાટવાડા વિસ્તારમાં આવેલા તુલસીબાઇની ચાલી નજીકથી મોડી રાતે ગાયો ચોરી થઇ હોવાની ફરીયાદ નોંધાઇ હતી. જેના પરિણામે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ગૌ તસ્કરોની શોધમાં લાગી હતી. દરમિયાન ગત રોજ ગોલ્ડન ચોકડી પાસેથી ધોળકા, ખેડા અને ટંકારીયાના પાંચ ગૌ તસ્કોરને ઝડપી પાડવામાં આવ્યાં હતા.

ક્રાઇમ બ્રાન્ચે ગૌ તસ્કરી કરનાર ધોળકા, ખેડા અને ટંકારીયાના પાંચ શખ્સ મકબુલ ઉર્ફે ઘેટી, અકબર ઉર્ફે બટકો, અનીષ ઉર્ફે ટેક્ષીઅબ્દુલ મન્સુરી, રસીદમીયા કરીમમીયા મલેક અને મોહસીન ઇસાર ભીલની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા. ક્રાઇમ બ્રાન્ચે આ તસ્કરોની પ્રથામિક પુછપરછ કરતા તેઓ કારમાં ગૌ તસ્કરી કરવા માટે નિકળતા હતા. જે કારમાં તસ્કરો ફરતા તેનો રંગ અને નંબર પ્લેટ પણ બદલી કાઢવામાં આવતી હતી.

આ ટોળકી અન્ય ગાયોની સાથે જર્સી ગાયની તસ્કરીમાં વધુ રસ ધરવાતી હતી. જેથી સમગ્ર રાજ્યમાં આ ટોળકી વાર ફરથી કારનો રંગ અને નંબર પ્લેટ બદલી રાત્રીના સમયે ગાયોની તસ્કરી કરવા માટે નિકળતી હતી. ટોળકી રાજ્યના જુદા જુદા શહેરોમાં કમીશન પર માણસો રાખી તેમની પાસેથી ટીપ મેળવી તસ્કરી કરતા હતા. ગાયોની તસ્કરી કર્યા બાદ તેમને કતખાનામાં મોકલી દેવામાં આવતી હાવાનુ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. જોકે આ ટોળકીમાં અન્ય કેટલા લોકો શામેલ છે અને અત્યાર સુધીમાં રાજ્યમાંથી કેટલી ગાયોની તસ્કરી કરી કતલખાને મોકલામાં આવી છે, તે દિશમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસનો દોર લંબાવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud