• ગતરોજ પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધોળા દિવસે મહિલા તબીબનો અછોડો તુટ્યો હોવાની ઘટના બની હતી.
  • ગણતરીના કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચે બન્ને લુંટારૂઓને ઝડપી પાડી સોનાની ચેઇન સહીતનો મુદ્દામાલ કબજે કર્યો

વડોદરા. હોસ્પિટલ જવા માટે નિકળેલા મહિલા તબીબને સોમવારે બે બાઇક સવાર લુંટારૂઓએ ટાર્ગેટ કરી સોનાની ચેઇન લુંટી ફરાર થઇ ગયા હતા. આ મામલે મહિલા તબીબે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી. જેના પરિણામાં ક્રાઇમની ટીમ અછોડા તોડ ટોળકીને ઝડપા પાડવા ચક્રોગતિમાન કર્યાં હતા. અને ગણતરીના કલાકોમાં બન્ને લુંટારૂઓને ઝડપી પાડવમાં આવ્યાં હતા.

આ બનાવની વિગત એવી છે કે, ગત 14 સપ્ટેમ્બરના રોજ બપોરના 3-15 વાગ્યાના અરસામાં મહિલા તબીબ પોતાના ઘરેથી હોસ્પિટલ ખાતે જવા માટે નિકળ્યાં હતા. દરમિયાન બપોરના સમયે બાઇક પર આવેલા લુંટરૂઓએ મહિલા તબીબને ટાર્ગેટ કરી ગળામાં પહેરેલી સોનાની ચેઇન લુંટી ફરાર થઇ ગયા હતા. જોકે આ ઘટનામાં મહિલા તબીબે એક્ટિવાનુ બેલેન્સ ગુમાવી દેતા તેઓ પડી ગયા હતા. અને બન્ને લુંટારૂઓ ભાગી છુટવામાં સફળ રહ્યાં હતા.

જોકે બન્ને લુંટારૂઓને પાણીગેટ તરફ બાઇક લઇને ભાગ્યા હોવાનુ મહિલા તબીબે જોયુ હતુ. જેના પરિણામે મહિલા તબીબે બનાવ સંદર્ભે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે લુંટની ફરીયાદ નોંધાવી હતી. લુંટારૂઓને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં લાગી હતી. દરમિયાન VISWAS (Video Integration And state wide Advanced Security) અંતર્ગત સીસીટીવી કેમેરાની તપાસ કરતા બાઇકના નંબરના આધારે બન્ને લુંટારૂઓ સુધી ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આમ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં અછોડા તોડ અજય રતીલાલ વસાવા (રહે. બાવચા વાડ પાણીગેટ) અને સુનિલ કસ્તુર વાઘેલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud