બુધવારે બપોરના સમયે પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક યુવક લુંટાયો હોવાની વાત બહાર આવી હતી.
યુવકે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી પોતે લુંટાયો હોવાની જાણ કરી
પોલીસે શંકાના આધારે યુવકની ઉલટ તપાસ કરતા આખરે તરકટ રચ્યાનુ બહાર આવ્યું
વડોદરા. શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક યુવકને બે શખ્સોએ બપોરના સમયે લુંટી લીધો હોવાની વાત વાયુવેગની જેમ પ્રસરી ગઇ હતી. પાણીગેટ પોલીસને કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. લુંટારૂઓને શોધવા સ્થાનિક પોલીસ સહીત ડીસીબી, પીસીબી અને એસઓજીની ટીમો પણ કામે લાગી ગઇ હતી. જોકે પોલીસને શંકા જતા યુવકની ઉલટ તપાસ કરવામાં આવી હતી અને આખરે તેની વિરૂદ્ધ જ પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો.
બનાવ સંદર્ભે એ.સી.પી એસ.જી પાટીલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતુ કે, શહેરના બાપોદ વિસ્તારમાં રહેતો નિલેશ રામાભાઇ કટારાએ આજે બપોરના સમયે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી તેની સાથે લુંટની ઘટના બની હોવાની વિગતો જણાવી હતી. ધોળા દિવસે યુવક લુંટાયો હોવાનો મેસેજ પોલીસ કંટ્રોલ રૂમથી તરફથી પાણીગેટ પોલીસ સહીત વાયરલેસ પર મેસેજ આપવામાં આવ્યો હતો. જેથી પાણીગેટ પોલીસનો સ્ટાફ અને ઉચ્ચઅધિકારીઓ તાત્કાલીક સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં નિલેશે પોતાની સાથે બનેલી ઘટના પોલીસને જણાવી હતી.
નિલેશના જણાવ્યાં મૂજબ લુંટારૂ તેની સોનાની ચેઇન અને રોકડ રકમ લુંટી ફરાર થઇ ગયા હતા. જેથી પોલીસે ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસ કરતા નિલેશ ડી-માર્ટમાં ખરીદી કરવા માટે ગયો હોવાથી લુંટારૂઓ ત્યાંથી તેનો પીછો કરતા હોવાની શંકાએ પોલીસે સીસીટીવીની જીણવટભરી તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન નિલેશના ગળામાં સોનાની ચેઇન જોવા મળી ન હતી. જેથી પોલીસને શંકા જતા નિલેશની ઉલટ તપાસ કરતા તેણે વટાણા વેરી દીદા હતા.
પોલીસની પુછતાછમાં નિલેશે કબુલાત કરી હતી કે, તે સ્પીપા નામના ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટમાં અભ્યાસ કરે છે. તેના માતા-પિતાએ ફી માટે આપેલા રૂપિયા તેને મોજશોખ કરવામાં વાપરી નાખ્યાં હતા. હવે તેની પાસે ફી ભરવાના રૂપિયા બચ્યા ન હતા. જેથી તેણે પોતાની બેથી ત્રણ તોલા જવનની સોનાની ચેઇન વેંચી કાઢી હતી. પરંતુ ઘરે માતા-પિતા ચેઇન બાબતે સવાલ કરે ત્યારે તેમને જવાબ શું આપવો, તે માટે તેણે લુંટનુ તરકટ રચી પોલીસને દોડતી કરી હતી.
જેથી પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે નિલેશ કટારા વિરૂધ પોલીસને ગેરમાર્ગે દોરવાના અને સરકારનો સમય બગાડવાના સંદર્ભેમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.