દેણા ચોકડી પાસે વાહનની રાહ જોઇ 4 વર્ષના પૌત્ર સાથે નાના-નાની વાહનની રાહ જોઇ રહ્યાં હતા.
માતેલા સાંઢની જેમ પુરઝડપે આવેલા આઇસરના ચાલકે ધડાકાભરે હાઇમાસ્ટમાં ટેમ્પો અથડ્યો
ટેમ્પો અથડાતા મહાકાય હાઇમાસ્ટ 4 વર્ષના બાળકના માથા ઉપર પડ્યો હતો.
લોહીમાં લથબથ થયેલા પૌત્રને નાના-નાની હોસ્પિટલમાં લાવતા જ તેને શ્વાસ છોડી દીધો હતો.
આ ઘટના ગત રોજ બપારોના 12-30 વાગ્યાની આસપાસ બનેલી ઘટના છે.
વડોદરા. મોત ક્યારે અને કંઇ રીતે આવશે તે કોઇ જાણતુ નથી, પણ મોત આ રીતે આવશે તેવી કોઇએ ક્લપના પણ નહીં કરી હોઇ. પુત્રીના ઘરે જવા માટે વાહનની રાહ જોઇ રહેલા પરિવારના 4 વર્ષના બાળકને કાળમુખા આઇસરે મોતને ઘાટ ઉતારી દીધો હતો. મહાકાય હાઇમાસ્ટમાં આઇસર ટેમ્પો ભટકાતા વજનદાર થાંભલો માસુમ બાળકના માથા ઉપર જ પડતા તેનુ કરૂણ મોત નિપજ્યું હતુ.
બનાવ સંદર્ભે મૃતયુ પામેલા 4 વર્ષીય મયુર ચૌહાણના નાના ચંદુભાઇ સોમાભાઇ તડવીએ હરણી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી જણાવ્યુ છે કે, ગત રોજ તેઓ પૌત્ર અને પત્ની સાથે વિરોધ ગામે તેમની નાની પુત્રીના ઘરે મળવા માટે ગયા હતા. પુત્રીના ઘરે રાત્રી રોકાણ કર્યા બાદ તેઓ બપોરના સમયે જમીને મોટી પુત્રી ઉષા (રહે, કિખલોડ ગામ) જવા માટે દેણા ચોકડી પહોંચ્યાં હતા. જ્યાં તેઓ વાહનની રાહ જોઇ ફુટપાથ પર બેઠા હતા.
દરમિયાન 12-30 વાગ્યાના અરસામાં કાળમુખ આઇસરે દેણા ચોકડી પરના હાઇમાસ્ટમાં ધડાકાભેર ટેમ્પો અથડી દીધો હતો. જેના પરિણામે મહાકાય હાઇમાસ્ટ તુંટીને ફુટપાથ પર દાદા-દાદી જોડે બેઠેલા 4 વર્ષીય મયુરના માથા ઉપર પડ્યો હતો. જેથી મયુરનુ માથું ફાટી ગયુ અને તેણે તાત્કાલીક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં માસુમ બાળકને સારવાર મળે તે પહેલા જ તેણે જીવ છોડી દીધો હતો. બનાવને પગલે હરણી પોલીસે આઇસર ટેમ્પો ચાલક વિરૂધ ગુનો નોંધી કાયદેસરની કાર્યાવાહી હાથ ધરી હતી.