• દુમાડથી દેણા તરખ જવાના અંતરિયાળ રસ્તાની બાજુમાં આવેલા પાણીના ખાબોચિયામાંથી અંદાજીત 35 વર્ષીય યુવકની લાશ મળી
  • ગ્રામજનોની નજર પડતા તાલુકા પોલીસને જાણ કરાઇ
  • તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી યુવકની ઓળખ છતી કરવા કવાયત શરૂ કરી
  • યુવકના શરિર પર સંખ્યાબંધ ઘા ના નિશાન હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું

વડોદરા. શહેર નજીક આવેલા દુમાડ ગામથી દેણા તરફ જવાના રસ્તે આજે વહેલી સવારે પાણીના ખાબોચિયામાંથી ડિકમ્પોઝ થયેલો મૃતદેહ મળ્યો હતો. ગ્રામજનોએ આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી હતી. વધુ તપાસ હાથ ધરી છે.

બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, દુમાડથી દેણા તરફના અંતરીયાળ રસ્તા પરથી પસાર થતાં સ્થાનિકોને ભારે દુર્ગંધ આવી હતી. જેના પરિણામાં રસ્તાની નજીકમાં આવેલા પાણીના ખાબોચિયામાં નજર કરતા ડિકમ્પોઝ થયેલી એક લાશ સ્થાનિકોને જોવા મળી હતી. પ્રથમ દ્રષ્ટીએ આ લાશ પુરૂષની હોવાનુ જાણવા મળતા સ્થાનિકોએ પોલીસને આ સંદર્ભે જાણ કરી હતી. તાલુકા પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલીક સ્થળ પર પહોંચી ગયા હતા.

પોલીસે પાણીના ખોબિચાયમાં પડેલી લાશની તપાસ કરતા યુવકની અંદાજીત ઉંમર 35 વર્ષ હોવાનુ માનવામાં આવી રહ્યું છે. તેમજ યુવકના શરીર પર અસંખ્ય ઘાના નિશાન પણ જોવા મળ્યાં છે. જેથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે, યુવકની અંદાજીત બેથી ત્રણ દિવસ પહેલા હત્યા કરી લાશને રસ્તા પરથી જ પાણીના ખાબોચિયામાં ફેંકી દેવાઇ છે. જોકે યુવકના નામ સરનામ અને અંગે હજી સુધી કોઇ માહિતી પોલીસને મળી નથી. મૃત્ક યુવકની ઓળખ છતી કરવા પોલીસે એફ.એસ.એલની મદદ લઇ મૃતદેહને પોસ્ટ મોર્ટમમાં મોકલવા તજવીજ હાથ ધરી છે.

ઉપરોક્ત તમામ તસ્વીરો માત્ર watchgujarat.com  પાસે જ છે. 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud