નર્મદા નીગમની કોન્ટ્રાક્ટની ગાડીના ડ્રાઇવરની કરતુત
ફતેગંજ પોલીસે સરકારી ગાડી સહીત પતી-પત્નીને દબોચ્યા
કોઇને શંકા ન જાય તે માટે નરેશ તેની પત્નીને ગાડીમાં પાછલી સીટ સાહેબ બનાવી બેસાડતો
વડોદરા. અત્યાર સુધી આપણે જોયુ હશે કે લોકો ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે અવનવા નુશકાઓ અપનાવતો હોય છે. પરંતુ આ કિસ્સો બધા કરતા કંઇ જુદો છે, જ્યાં એક કોન્ટ્રાક્ટ પર ગાડી ચલાવતો ડ્રાઇવર પત્નીને સાહેબ તરીકે સુમોમાં બેસાડી દેશી દારૂની હેરાફેરી કરતો ઝડપાયો છે.
મળતી માહિતી અનુસાર, શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતો નરેશ વણકર નર્મદા નિગમમાં કોન્ટ્રાક્ટના ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. રજાના દિવસોમાં GOVT.OF GUJARAT લખેલા પાટીયા વાળી સફેદ રંગની સુમો તેની પાસે જ રહેતી હતી. સામાન્ય દિવસોમાં નરેશ આ ગાડીમાં નર્મદા નીગમમાં અધિકારીઓને કામ અર્થે લાવવા લઇ જવાનુ કામ કરતો હતો. પરંતુ રજાના દિવસોમાં નરેશ તેની પત્નીને સાહેબ બનાવી સરકારી ગાડીમાં પાછલી સીટ પર બેસાડી ફરાવતો હતો.
જેમાં નરેશ તેની પત્નીને ફેરવવાની સાથે GOVT.OF GUJARAT લખેલી કોન્ટ્રાક્ટની સરકારી ગાડી લઇને દેશી દારૂ પણ લેવા માટે જતો હતો. જોકે ગાંધી જ્યંતિ નિમીતે સરકારી કચેરીઓમાં રજા હોવાથી નરેશ તેની પત્ની સાથે દેશી દારૂ લઇને પરત ઘરે આવી રહ્યો હતો. કોઇને શંકા ના જાય તે માટે નરેશ તેની પત્નીને ગાડીમાં સાહેબ તરીકે પાછલી સીટ પર બેસાડી હતી. દરમિયાન પેટ્રોલીંગ કરી રહેલા ફતેગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફને નરેશની કરતુતો અંગે ચોક્કસ બાતમી મળી હતી. જેથી પોલીસે GOVT.OF GUJARAT લખેલી નર્મદાની નીગમની ગાડી રોકી તપાસ કરતા તેમાંથી 5 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે આ મામલે નરેશ અને તેની પત્ની વિરૂધ ગુનો નોંધી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. જેમાં નરેશ અગાઉ પણ બેથી ત્રણ વખત રજાના દિવસોમાં આજ મોડ્સ ઓપરેન્ડી સાથે દેશી દારૂની હેરાફેરી કરી ચુંક્યો હોવાનુ જાણવા મળ્યું હતુ. જેથી પોલીસે આ મામલે નરેશ અને તેની પત્ની વિરૂદ્ધ કાયદેસરની કાર્યાવહી હાથ ધરી છે.