આવતિકાલે તમામ આરોપીઓના રિમાન્ડ પુરા થઇ રહ્યાં છે.
સીઆઇડી ક્રાઇમે ગુનામાં વપરેયાલી સ્વીફ્ટ કાર અને લેપટોપ તપાસના કામે કબજે કર્યું
6 પોલીસ આરોપીઓના મોબાઇલ પણ કબજે કરાયા છે.
શેખ બાબુની અટકાયત પહેલા પંકજ ટીપી-13 વિસ્તારમાં હતો.
એક્ટિવાના માલિકને બોલાવી પંકજને મામલતદાર સમક્ષ હાજર કરી ઓળખ પરેડ કરાવામાં આવી
[caption id="attachment_2042" align="aligncenter" width="1280"] સાયકલ પર સવાર શેખ બાબુની અંતિમ તસ્વીર, સીસીટીવીમાં કેદ થઇ હતી.[/caption]
વડોદરા. શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં બનેલી ગત તા. 10 ડીસેમ્બરના રોજ ચોરીની કબુલાત કરાવવા માટે લવાયેલા શેખ બાબુની હત્યા મામલે સીઆઇડી ક્રાઇમે 6 પોલીસ આરોપીઓના 11 દિવસ ના રિમાન્ડ મેળવી તપાસનો દોર શરૂ કર્યો હતો. જેમાં 6 આરોપીઓ પૈકીના એક એલઆરડી પંકજને સીઆઇડી ક્રાઇમે ઓળખ પરેડમાં મમલતદાર સમક્ષ રજૂ કર્યો હતો. આવતિકાલે તમામ આરોપીના રિમાન્ડ પુરા થઇ રહ્યાં છે. ત્યારે હજી સુધી શેખ બાબુની લાશનો કોઇ પત્તો લાગ્યો નથી.
ગત તા. 10 ડીસેમ્બરના રોજ શેખ બાબુને ટીપી-13 ફુલવાડીથી ત્રણ પોલીસ કર્મીઓ ચોરીની કબુલાત કરવા માટે ફતેગંજ પોલીસ સ્ટેશન લાવ્યાં હતા. શેખ બાબુનો પીછો કરવા માટે ત્રણ પૈકીના એક એલઆરડી પંકજે એક એક્ટિવા ચાલકને રોકી તેનો પીછો કરી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પી.આઇ, પી.એસ.આઇ સહીત 6 પોલીસ કર્મીઓએ તેને ચોરી કબુલાત કરાવવા માટે ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે, શેખ બાબુને પોલીસ સ્ટેશન લાવવા માટે પંકજે જે એક્ટિવાનો ઉપ્યોગ કર્યો હતો. તે એક્ટિવા ચાલકને સીઆઇડી ક્રાઇમે સોધી કાઢ્યો હતો. અને એક્ટિવા રોકી તેનો ઉપ્યોગ કરનાર પંકજ જ હતો તેની ઓળખ કરાવા માટે આજે તેણે સીઆઇડી ક્રાઇમે મામલતદાર સમક્ષ રજૂ કરી ઓળખ પરેડ કરાવી હતી.
શેખ બાબુની હત્યામાં સંડોવાયેલા 6 પોલીસ આરોપીઓના આવતિકાલે રિમાન્ડ પૂરા થઇ રહ્યાં છે. પરંતુ હજી સુધી શેખ બાબુની લાશ અને હત્યાનો ભેદ ઉકેલાયો નથી. ત્યારે જોવાનુ એ રહ્યું કે, સીઆઇડી ક્રાઇમ આવતિકાલે તમામ આરોપીઓના વધુ રિમાન્ડની માંગણી કરશે કે કેમ ? અને આરોપીઓ પોલીસ કર્મી હોવાથી કાયદાના જાણકાર હોવાથી તપાસમાં સહ્યોગ ન આપતા હોવાથી તેમના નાર્કોટેસ્ટની માંગણી કરવામાં આવશે કે કેમ ?