• ઠગ કૈલાશ જાધવ ડો. દેવાંગ શાહને કરોડો રૂપિયાનો ચુનો ચોપડી ફરાર છે
  • કૈલાશ સામે ફરિયાદ બાદ પોલીસે તેના મદદગાર એકાઉન્ટન્ટ સંજય હલીયલની ધરપકડ કરી જતી
  • રિમાન્ડ પુરા થતા સંજય હલીયલને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો
  • બુધવારે સેશન્સ કોર્ટે સંજયની જમીન અરજી નામંજૂર કરી હતી
  • ઠગ કૈલાશને ટ્રાઇબ્યુનલ અને જીએસટી વિભાગ દ્વારા સમન્સ પાઠવતા તેની સામે ગાળીઓ વધુ મજબૂત થઈ રહ્યો છે
  • કૈલાશે ઠગાઈ કરવાની સાથે જીમનું ભાડું રૂ. 22 લાખ જેટલું બાકી તથા કર્મચારીઓના રૂ. 13 લાખનો પગાર ચૂકવ્યો ન હતો

વડોદરા. એલાઈવ્ઝ જીમ ના પાર્ટનર ડો. દેવાંગ શાહને કરોડો રૂપિયાનો ચુનો ચોપડનાર કૈલાશ જાધવ સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ બાદથી તે ફરાર થયો છે. પોલીસે આર્થિક કૌભાંડમાં મદદ કરનાર એકાઉન્ટન્ટ સંજય હલીયલની ધરપકડ કરી હતી. સંજયે સેશન્સ કોર્ટમાં જમીન અરજી બુધવારે ફગાવી દેવામાં આવી હતી.

એલાઈવ્ઝ જીમ ખોલી પાર્ટનર સાથે કરોડોની છેતરપિંડી કરવા મામલે કૈલાશ જાધવ સામે ફરિયાદ થતા તે પોતાના ઘરેથી નાસી છૂટ્યો હતો. પોલીસે તેના એકાઉન્ટન્ટ સંજય હલીયલની ધરપકડ કરી હતી. તેના રિમાન્ડ પુરા થયા બાદ તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. દરમિયાન તેને સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી. જામીન અરજીની સુનાવણી દરમિયાન

મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇની દલીલ તથા ફરિયાદી ડો.દેવાંગ શાહ તરફે એડવેકેટ હિતેષ ગુપ્તાની રજૂઆતો કરી હતી. કોર્ટ તમામ પક્ષની દલીલોને ધ્યાનમાં લઈ જામીન અરજી ફગાવી. સંજય હલીયલે ઠગ કૈલાશ જાધવને જીમના તમામ આર્થીક ગોટાળાના ષડયંત્રમાં મદદ કરી હતી. જેમને નાણા ચુકવાયા ન હતા તેમને ચુકવણી થઈ ગઈ હોવાના ખોટા દસ્તાવેજો બનાવી આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પોતાને જીમના મલિક ગણાવતા કૈલાશ જાધવે જીમનું ભાડું રૂ. 22 લાખ અને કર્મચારીઓના રૂ. 13 લાખનો પગાર ચૂકવ્યો ન હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud