• શહેરના મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરાયો
  • મકરપુરામાંથી 33 હજાર અને માંજલપુરમાંથી 11 હજાર દારૂની બોટલો ઝડપાઇ હતી.
  • આગામી દિવસોમાં વાડી અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂના જથ્થાનો નિકાલ કરાશે

વડોદરા. રાજ્યામાં દારૂબંધી હોવા છતાં કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો ઠાલવવમાં આવે છે. ત્યારે પોલીસ દ્વારા દારૂ ધીના કાયદાનુ ચુસ્ત પાલન કરાવી ઠેર ઠેર દરોડા પાડી દારૂ અને બુલટેગરોની ઝડપી પાડવમાં આવે છે. તેવામાં શહેરના માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તામાંથી છેલ્લા એક વર્ષમાં અંદાજીત રૂ. 1 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેને પોલીસ દ્વારા બુધવારે નાશ કરવામાં આવ્યો હતો.

આ મામલે ડીસીપી ઝોન-3 ડો. કરણરાજ વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, છેલ્લા એક વર્ષ સાત મહિનામાં મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલો દારૂના જથ્થાનો બુધવારે નિકાલ કરવામાં આવ્યો છે. તરસાલી વિસ્તારના ચીખોદરા ખાતે બન્ને પોલીસ સ્ટેશનનો અંદાજીત એક કરોડની કિંમતનો દારૂનો જથ્થો લાવી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.

જેમાં મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા એક વર્ષ દરમિયાન રૂ. 75 લાખની કિંમતની 33,000 દારૂની બોટલો તેમજ માંજલપુર પોલીસ સ્ટેશનમાંથી રૂ. 2 લાખની કિંમતની 11,000 બોટલો મળી કુલ 44,000 દારૂની બોટલોનો નિકાલ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ઝોન-3ના વાડ અને પાણીગેટ પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડવામાં આવેલા દારૂના જથ્થાનો નિકાલ કરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud