બગલામુખીના પાખંડી પ્રશાંત સામે વારસિયા અને ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલામાં ગુનામાં જેલ ભેગો કરાયો હતો.
તાજેતરમાંજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં કુકર્મી પ્રશાંત સામે વધુ એક દુષ્કર્મની ફરીયાદ નોંધાતા પોલીસે તેની રાઝદાર દિશાની ધરપકડ કરી હતી.
દિશાના બે દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરાઇ
ગોત્રી પોલીસે દુષ્કર્મ મામલે પાખંડી પ્રશાંતનો જેલમાંથી કબજો મેળવ્યો
વડોદરા. બગલામુખીના બની બેઠેલા પાખંડી પ્રશાંત ઉપાધ્યાય સામે તાજતેરમાંજ પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મની ફરીયાદ નોંધાઇ હતી. પીડિતાએ નોંધાવેલી આ ફરીયાદમાં પ્રશાંતની અંગત સેવિકા દિશા ઉર્ફે જોન, દિક્ષા ઉર્ફે સીમા અને ઉન્નતિના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેથી પોલીસે દિશા ઉર્ફે જોનની ધરપકડ કરી બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યાં હતા. જોકે આજરોજ દિશાના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલ હવાલે કરાઇ હતી. જ્યારે બીજી તરફ પોલીસે પાખંડી પ્રશાંતનો જેલમાંથી કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
પાખંડી પ્રશાંતે કરેલા કાળા કરતુતોનો એક બાદ એક બહાર આવી રહ્યાં છે. વર્ષ 2020માં બગલામુખીના પ્રશાંત ઉપાધ્યાય સામે વારસિયા પોલીસ સ્ટેશન ખાતે 21.80 લાખની છેતરપીંડીની ફરીયાદ નોંધાઇ હતી. ત્યારબાદ તેનો ભોગ બનેલી અન્ય એક પીડિતાએ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી. આ દરમિયાન પ્રશાંતનો ભોગ બનેલી અનેક લોકો પોલીસ સમક્ષ આવ્યાં હતા. જેમાં પાખંડી પ્રશાંતે આશ્રમમમાં આવતી મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ફરીયાદ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે નોંધાઇ હતી. આમ એક બાદ એક પ્રશાંતની કરતુતો બહાર આવતા પોલીસે તેને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી જેલ હવાલે કર્યો હતો.
[caption id="attachment_8685" align="aligncenter" width="1280"] જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટ મારફતે કસ્ટડી મેળવી ગોત્રી પોલીસ સ્ટેશનમાં લવાયેલો પ્રશાંત ઉપાધ્યા[/caption]
તેવામાં વર્ષ-2015માં પ્રશાંતે ગોત્રી સ્થિત તેના આશ્રમમાં આવતી શિષ્યા સાથે દુષ્કર્મ આચરી તેનો વિડિઓ બનાવી બ્લેકમેઇલ કરવાનુ શરૂ કર્યું હતુ. વિડિઓ વાઇરલ કરવાની ધમકી આપી પ્રશાંત વારંવાર શિષ્યા સાથે દુષ્કર્મ આચરતો રહ્યો હતો. પ્રશાંતની પાપલીલાની ભાગીદાર બનેલી તેની ત્રણ અંગત સેવિકાઓદિશા ઉર્ફે જોન, દિક્ષા અને ઉન્નતિ તેની તમામ હરકતોથી વાકેફ હતી. છતાં પ્રશાંતની હવસને સંતોષવા માટે મહિલાઓને ફોન કરી આશ્રમમાં બોલાવતી હતી.
પ્રશાંતનો ભોગ બનેલી પીડિતાએ આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ગત તા. 30 ઓક્ટોબર 2020ના રોજ ફરીયાદ નોંધાવી હતી. જેમાં પ્રશાંત સહીત તેની અંગત સેવિકા અને રાઝદાર દિશા ઉર્ફે જોન અને દિક્ષા તેમજ ઉન્નતિ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. આ મામલે પોલીસે પ્રશાંતની રાઝદાર દિશા ઉર્ફે જોનની ધરપકડ કરી બે દિવસ રિમાન્ડ મેળવ્યાં હતા. જેમાં પોલીસે દિશાના ઘરે અને ગોત્રી સ્થિત પ્રશાંતના આશ્રમમાં તપાસ હાથ ધરી હતી. પરંતુ કોઇ મહત્વની કડી મળી આવી ન હતી. તેવામાં ગુરૂવારે રાઝદાર દિશાના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે તેને જેલ હવાલે કરી હતી. પોલીસે દિશાનો મોબાઇલ ફોન કબજે કરી તેને એફએસએલ તપાસ અર્થ મોકલી આપ્યો હતો.
[caption id="attachment_8682" align="aligncenter" width="1280"] પાખંડી પ્રશાંત અને દિશા ઉર્ફે જોનની વાયરલ તસ્વીર[/caption]
બીજી તરફ જેલની હવા ખાઇ રહેલા પાખંડી પ્રશાંત સામે તાજેતરમાં નોંધાયેલા દુષ્કર્મ મામલે ગોત્રી પોલીસે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરન્ટ મેળવી તેની પુછતાછ હાથ ધરી છે. જોકે આ મામલે વધુ પુછતાછ કરવા બાબતે પોલીસ પ્રશાંતને આગામી દિવસોમાં કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવશે.