• બગલામુખીના બની બેઠેલા પાખંડી પ્રશાંત ઉપાધ્યાય સામે વધુ એક દુષ્કર્મની ફરીયાદ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે નોંધાઇ છે.
  • પ્રશાંત સહીત પીડિતાએ દિશા,દિક્ષા અને ઉન્નતીના નામનો પણ ઉલ્લેખ કર્યો છે.
  • ગોત્રી પોલીસે દિશા ઉર્ફે જોનની તેની ઘરમાંથી જ ઝડપી પાડી હતી.
  • દિશા પણ પાખંડીના ટોર્ચરનો શિકાર બની ?

વડોદરા. બગલામુખીના બની બેઠેલા પાખંડી અને લપંટ પ્રશાંત ઉપાધ્યા સામે છેતરપીંડી સહીત દુષ્કર્મની ફરીયાદો નોંધાઇ છે. જોકે અગાઉ છેતરપીંડી અને દુષ્કર્મની ફરીયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. તેવામાં પ્રશાંતની હવાસનો શિકાર બનેલી વધુ એક શિષ્યાએ તેની સામે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. જેમાં પ્રશાંત સહીત તેની અંગત સેવિકાઓની પણ સંડોવાણી હોવાથી પોલીસ તેમની સામે પણ ગુનો નોંધી દિશા ઉર્ફે જોનની ધરપરડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.

પાખંડી પ્રશાંત ઉપાધ્યાની પાપલીલાના ભાગીદારો પણ હવે પોલીસના સકંજામાં આવી રહ્યાં છે. ત્રણ દિવસ અગાઉ ગોત્રી પોલીસ સ્ટેશન પ્રશાંતની હવસનો ભોગ બનેલી પીડિતાએ ફરીયાદ નોંધાવી હતી. પોલીસ ફરીયાદમાં પ્રશાંત સહીત તેની અંગત સેવિકાઓના નામનો પણ ઉલ્લેખ કરાયો હતો. પ્રશાંતની અંગત સેવિકામાં દિશા ઉર્ફે જોન, દિક્ષા અને ઉન્નત પ્રથમ સ્થાને હોવાનુ બહાર આવ્યું હતુ.

પ્રશાંતની આ ત્રણેય અંગત સેવિકાઓ આશ્રમમાં આવતી સ્ત્રીઓને પાખંડી પ્રશાંતની હવસને સંતોષવામાં પુરે પુરી મદદ કરતી હતી. પ્રશાંતની તમામ પાપલીલાઓથી માહિતગાર તેની આ અંગત ત્રણેય સેવિકાઓ તમામ કરતુતોથી વાકફે હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે. દરમિયાન લપંટ પ્રશાંત સામે દુષ્કર્મની વધુ એક ફરીયાદ નોંધાતા પોલીસે તેની ત્રણ પૈકીની એક સેવિકા દિશા ઉર્ફે જોનની ધરપકડ કરી હતી.

દિશા ઉર્ફે જોન પ્રશાંતની પાપલીલાથી સંપૂર્ણ પણે વાકફે હતી. પ્રશાંતના તમામ વિડિઓ એડીટીંગ અને તેની પાપલીલાની ગુપ્ત વાતો સહીત પુરાવા અંગેની તમામ જાણકારી દિશા પાસે હોવાનુ જાણવા મળી રહ્યું છે. પોલીસ દિશાની અટકાયત કરી મંગળવારે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. દિશાની પોલીસે અટકાયત કરી પ્રથામિક પુછપરછ કરતા તે પણ ટોર્ચરનો શિકાર બની હોવાનુ જાણવા મળી રહ્યું છે.

પ્રશાંતની પાપલીલાની સંપૂર્ણ જાણકારી રાખનાર દિશાએ કેટલા વિડિઓ એડીટીંગ કર્યા અને તે વિડિઓ ક્યાં સ્ટોર કરવામાં આવ્યાં ? તથા અન્ય કેટલી સ્ત્રીઓ સાથે પ્રશાંતે દુષ્કર્મ આચરી વિડિઓ/ફોટોગ્રાફી કરી તેનુ સ્ટોરેજ ક્યાં કર્યું ? પ્રશાંતની પાપલીલામાં સાથ આપનાર દિશા ઉર્ફે જોન દ્વારા આ પ્રકારના વિડિઓ એડીટીંગ કરી ક્યાં છુપાવવામાં આવ્યાં છે ? તેવા અનેક મુદ્દાઓ પર પોલીસ તપાસ કરશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud