ફ્લોર ક્લિનીંગના સામાનની આડામાં દારૂનો મોટો જથ્થો વડોદરા લવાયો હતો.
બુટલેગરોએ દારૂનો જથ્થો ફ્લોર ક્લિનીંગના બોક્સમાં પેક કરી સંતાડી રાખ્યો હતો.
કન્ટેનરમાંથી 24,19,200 દારૂના જથ્થા સાથે પોલીસે 3 શખ્સોને ઝડપી પાડ્યાં
નેશનલ હાઇવે જામ્બુવા નજીકની માતૃછાયા હોટલ પાછળથી દારૂનુ ભરેલુ કન્ટેનર ઝડપાયુ
વડોદરા. શહેરમાં રાજ્ય બહારથી દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા નવા નવા નુશખાઓ અપનાવામાં આવી રહ્યાં છે. ટુંક સમય પહેલા પીસીબીએ ગોરવા બીઆઇડીસીમ રેઇડ કરી બિસ્કીટના વિવિધ બોક્સમાં સંતાડેલો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. તેવામાં બુટલેગરોએ હરણીયાથી ફ્લોર ક્લિનીંગના બોક્સમાં દારૂનો જથ્થો સંતાડી વડોદરા લાવ્યાં હતા. જોકે દારૂનુ કટીંગ થાય તે પહેલા જ વોચમાં રહેલી મકરપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો.
[caption id="attachment_1665" align="aligncenter" width="1280"] આવા બોક્સમાં દારૂનો જથ્થો સંતાડી કન્ટેનરમાં ભરાયો હતો.[/caption]
આ બનાવની વિગત એવી છે કે, મકરપુરા પોલીસને બાતમી મળી હતી કે, એક કન્ટેનર ભરીને દારૂનો જથ્થો વડોદરા લાવવામાં આવી રહ્યો છે. પોલીસને એમ પણ જાણવા મળ્યુ હતુ કે, નેશનલ હાઇવે જામ્બુવા નજીકની માતૃછાયા હોટલ પાસે કન્ટેનરમાંથી દારૂનુ કટીંગ થવાનુ છે. આ માહિતી મળતા પોલીસની ટીમ ખાનગી રાહે વોચમાં ગોઠવાઇ હતી. દરમિયાન વર્ણનવાળુ કન્ટેનર પહોંચતા પોલીસે વાડી રંગમહાલ ખેળકર ફળીયામાં રહેતા મહેશ જાધવ ડ્રાઇવર સોનુ પ્યારેલાલ માલી અને ક્લિનર સુભાષ ગંગાસા ફુલમાલીને દબોચી લીધા હતા.
પોલીસે કન્ટેરનરમાં તપાસ કરતા ફ્લોર કલિનીંગના ખોખાની આડામાં સંતાડેલી કુલ 13,248 દારૂની બોટલો મળી હતી. જેથી મહેશજાધવની કડકાઇથી પુછપરછ કરતા દારૂનો જથ્થો ડભોઇના જયેશ ઠાકોર, કુભારવાડા ઇદગાહ મેદાન પાસેના દિનેશ રાજપુત અને કપુરિ ગામની પ્રમીલાબેન ઉર્ફે પ્રેમીલા ઉર્ફે ભાભીને પહોંચાડાવોન હોવાનુ બહાર આવ્યું હતુ. જેથી પોલીસે આ મામલે ત્રણ શખ્સોની અટકાયત કરી દારૂ સહીત કુલ રૂ. 45,24,200નો મુદ્દામાલ કબજે કરી હરણીયાના લાલુ અને ઇશીકા સહીત 6 શખ્શોની સોધખોળ હાથ ધરી હતી.