• શહેર નજીક આવેલા નેશનલ હાઇવ પરની ઘટના
  • હરણી પોલીસને જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી
  • વાહન ચાલકોને લલચાવવા ઇશારા કરતી રૂપલલનાઓના કારણ અનેક વખત અકસ્માતની ઘટનાઓ પણ બનવા પામી છે.

વડોદરા. શહેર નજીકના નેશનલ હાઇવે પર રૂપલલાનાઓ વાહન ચાલકોને બિભત્સ ઇશારા કરી રોકતી હોવાની સંકળો ફરીયાદો પોલીસને મળી રહીં હતી. જોકે આ પ્રકારની ફરીયાદો પોલીસ માટે ખૂબ સામાન્ય છે, કારણ કે દેશના મોટા ભાગના હાઇવે પર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. તેવામાં હરણી પોલીસને આ બાબતની જાણ થઇ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

છેલ્લા કેટલાક સમયથી પોલીસને ફરીયાદો મળી રહીં હતી  કે હાઇવે પર રાત્રીના સમયે રૂપલલનાઓ વાહન ચાલકોને બિભત્સ ઇશારા કરી રોકાવા પર મજબૂર કરે છે. તેવામાં ગત રોજ હરણી પોલીસને વર્ધી મળી કે, દરજીપુરા પાંજરાપોળ પાસે ગેરપ્રવૃતિ ચાલી રહીં છે. જેથી હરણી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એલ.આર.ડી ભીમદેવસિંહ, જિતેન્દ્રસિંહ અને રેખાબેન સ્થળ પર પહોંચ્યાં હતા.

જ્યાં કેટલીક મહિલાઓ નેશનલ હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોને બિભત્સ ઇશારા કરી રોકતી જોવા મળી હતી. જેથી મહિલા પોલીસ કર્મી સહીતના સ્ટાફે હાઇવે પર વાહન ચાલકોને બિભત્સ ઇશારા કરતી ચાર મહિલાઓની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી. જેમાં ચારેય મહિલાઓ દેહ વેપાર કરતી હોવાનુ જાણવા મળતા હરણી પોલીસે તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દેહ વેપારના ગુનામાં ઝડપાયેલી ચારેય મહિલાઓની પોલીસે પ્રાથમિક પુછપરછ કરતા ઘરનનુ ગુજરાન ચલાવવા દેહ વેપાર કરવો પડે છે, તેમ જણાવ્યું હતુ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud