પેસિફિકા ગ્રુપ ભારત સહિત અમેરિકા, મેક્સિકો અને કેલિફોર્નિયામાં કાર્યરત છે
મેડ્રિડ કાઉન્ટી એલએલપી કંપની સાથે પેસિફિકા ઇન્ફ્રાસ્પેસે 50 ટકાની ભાગીદારી કરી હતી
સાન માર્ટિનના 9,292 ગ્રાહકોના રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કર્યાં
પોલીસે ફરિયાદના આધારે 5 આરોપીની શોધખોળ હાથ ધરી
વડોદરા. પેસિફિકા ગ્રુપ સાથે પાર્ટનરશિપ કરીને ધરતી મેટ્રિક કાઉન્ટી મેડ્રિડ કાઉન્ટી એલએલપીના મળતિયાઓએ કંપનીની જાણ બહાર પાર્ટનરશિપ રદ્દ કરતો એગ્રિમેન્ટ બનાવ્યો હતો અને બારોબાર ફ્લેટ અને બંગલો વેચીને કંપનીને 25.24 કરોડનું નુકસાન પહોંચાડ્યું હતું. છેતરપિંડી કરનાર 5 શખ્સ વિરૂદ્ધ મકરપુરા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને ની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેરના રહેવાસી રાકેશ ઉર્ફે રોકી ઇસરાની પેસિફિકા ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન તરીકે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. આ કંપની ભારત સિવાય અમેરિકા, મેક્સિકો અને કેલિફોર્નિયામાં કાર્યરત છે. પેસિફિકા ગ્રુપ 4 બિલિયન યુએસ ડોલર એટલે કે, 30 હજાર કરોડ રૂપિયાની વેલ્યુએશન ધરાવતી કંપની છે, જેથી પેસિફિકા ગ્રુપના નામ ઉપર ગ્રાહકો વિશ્વાસ અને ભરોસો રાખી
કંપનીએ ધરતી મેડ્રિડ કાઉન્ટી એલએલપીના જમીન માલિકો વિરુદ્દ ફરિયાદ નોંધવવા માટે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, વર્ષ 2010 દરમિયાન ભાયલી ગામે આશાપુરી મંદિરની સામે જમીન માલિક રશ્મિકાંત ભટ્ટ,ચૈત્તલ ભટ્ટ, ગીતા ભટ્ટ, નિકિતા ભટ્ટ અને રિદ્ધિ ભટ્ટ(તમામ રહે, આશ્રય બંગલોઝ, ગોવર્ધન પાર્ક, ન્યુ સમા રોડ) અને સુનિલ પટેલ (રહે, ક્રિષ્ના દર્શન, યુટીઆઇ બેંકની સામે, માંજલપુર)એ કન્સ્ટ્રક્શનનો પ્રોજેક્ટ શરૂ કરવા પેસિફિકા ગ્રુપનો સંપર્ક સાધ્યો હતો અને તેઓની માલિકી વાળી જમીનોમાં કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ ઉભો કરવા જણાવતા કંપનીએ જમીન માલિક સાથે બેઠક કરી હતી. જે દરમિયાન જમીન માલિકી અંગે રેવન્યુ રેકોર્ડ આધારિત નકલો રજૂ કરીને વિશ્વાસ અને ભરોસો કેળવીને ધરતી મેડ્રિડ કાઉન્ટી એલએલપી કંપનીની રચના કરી હતી. જેમાં પેસિફિકા ઇન્ફ્રાસ્પેસની 50 ટકાની ભાગીદારી રાખવામાં આવી હતી.
ત્યારબાદ ભાયલી ખાતે આવેલા કુલ 17 બ્લોકવાળી જમીનના તેઓ માલિક હોવાથી તેમની પાસેથી કુલ 8,48,30,830 રૂપિયા ચુકવી ખરીદી કરી હતી અને બાકી રૂપિયા 7,73,30, 830 રૂપિયાની ચુકવણી માટે 5 વર્ષનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો. વર્ષ 2016 દરમિયાન સાન ટ્રોપેઝ અને સાન માર્ટિન બંને પ્રોજેક્ટ પૂર્ણ થયા હતા. સાન ટ્રોપેઝના 1,97,797 ગ્રાહકોના રજીસ્ટર દસ્તાવેજો કરી આપવામાં આવ્યા હતા, જ્યારે સાન માર્ટિનના 9,292 ગ્રાહકોના રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવ્યા હતા.
ત્યારબાદ ધરતી મેડ્રિડ કાઉન્ટી એલએલપીના માલિકોએ પેસિફિકા ગ્રુપ આંતરરાષ્ટ્રીય ગ્રાન્ટનો ઉપયોગ કરીને ખોટા પેઢીનામાના આધારે વિલ તૈયાર કરીને ખોટી રીતે ખેડૂત બની ખોટા દસ્તાવેજોના આધારે સાચા તરીકે રજૂ કરીને ભાયલી ખાતેના કુલ 17 બલોકવાળી જમીનના પોતે માલિક તેમજ જમીન એન.એ થયેલી હોવાનો વિશ્વાસ આપી 50 ટકા ભાગીદાર બનાવીને જમીન ખરીદી 22 કરોડનું રોકાણ કરાવી તેમજ તેઓના બીલ ખાતેના અન્ય પ્રોજેક્ટમાં ૨૨ કરોડનું રોકાણ કરાવી જેમાં કાચા પ્રોજેક્ટ વાળી જમીન છોડવા માટે મજબૂર કરી કુલ 101,10,22,081 રૂપિયાની માતબર રકમનું રોકાણ કરાવીને પેસિફિકા કંપનીની જાણ બહાર એક તરફી ધરતી મેડ્રિડ કાઉન્ટી એલએલપીના નામે રજીસ્ટર દસ્તાવેજ કરી આપ્યા હતા અને પેઢીની બેંકોમાં ખોટા વાંધાઓ રજૂ કરીને બેંક ખાતા સીલ કર્યાં હતા.
આ ઉપરાંત પોતાને નાણાં ન મળ્યા હોવાના બહાના હેઠળ 64 ગ્રાહકોએ મકાન પેટે રકમ ચુકવી હોવા છતાં દસ્તાવેજ કે પજેશન નહીં આપીને પેસિફિકા કંપનીની પ્રતિષ્ઠા હોડમાં મૂકીને કંપનીના અબજોના વેલ્યુએશનના નુકસાનની ગણતરી સિવાય ધરતી મેડ્રિડ કાઉન્ટી એલએલપી પેઢીમાં કંપની પાસેથી 10,11,0,22,081 રૂપિયાની માતબર રકમનું રોકાણ કરાવી 25,24,39,936 રૂપિયાનું નુકસાન કરીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. જેથી
ફરિયાદના આધારે મકરપુરા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમ હેઠળ રશ્મિકાંત ભટ્ટ, ચૈત્તલ ભટ્ટ, ગીતા ભટ્ટ, નિકિતા ભટ્ટ અને રિદ્ધિ ભટ્ટ વિરૂદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
- પેસિફિકા ગ્રુપ ભારત સહિત અમેરિકા, મેક્સિકો અને કેલિફોર્નિયામાં કાર્યરત છે
- મેડ્રિડ કાઉન્ટી એલએલપી કંપની સાથે પેસિફિકા ઇન્ફ્રાસ્પેસે 50 ટકાની ભાગીદારી કરી હતી
- સાન માર્ટિનના 9,292 ગ્રાહકોના રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કર્યાં
- પોલીસે ફરિયાદના આધારે 5 આરોપીની શોધખોળ હાથ ધરી