પાણીગેટ ચંબુશા ટેકરા પાસેથી પોલીસે એક શખ્સને પ્લાસ્ટીકની કાળી થેલી સાથે ઝડપી પાડ્યો હતો.
થેલીમાંથી 125.19 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
પોલીસે ફરીદા અને તેની પતિ મહમંદહુસેન ખલીફાની ધરપકડ કરી
વડોદરા. રાજ્ય ભરમાં હાલ ડ્રગ્સનુ વેચાણ ધુમ ચાલી રહ્યું છે. આ પરિસ્થિતિ ઉપર અંકુશ મેળવવા માટે રાજ્ય પોલીસે કમરકસી છે, ત્યારે અમદવાદા, સુરત બાદ હવે વડોદરા પોલીસ આ માલમે એક્શનમાં આવી અને પાણીગેટ વિસ્તારમાંથી પતિ-પત્નીને ગાંજાના તસ્કરી તથા વેચાણ કરવાના મામલે ધરપકડ કરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના પાણીગેટ વિસ્તારમાં પોલીસ દ્વારા બુધવારે ફુટ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતુ. દરમિયાન એક શખ્સ શંકાસ્પદ કાળા રંગની પ્લાસ્ટીકની થેલી લઇને જતો નજરે ચઢ્યો હતો. જેથી પોલીસે શખ્સની અટકાયત કરી પુછપરછ કરતા તેણે પોતાનુ નામ મોહમંદહુસેન ખલીફા (રહે. પાણીગેટ, ચંબુશા બાવાના ટેકરા) હોવાનુ જણાવ્યું હતુ. પોલીસે તેની પાસેની પ્લાસ્ટીકની થેલીની તપાસ કરતા ગાંજાના જથ્થો મળી આવ્યો હતો. જેથી તેની પ્રાથમિક પુછતાછ કરતા તેણે વટાણા વેરી દેતા કહ્યું “આતો મારી પત્ની ફરીદા લઇ આવી હતી ક્યાંથી લાવી મને નથી ખબર”.
ત્યારબાદ પોલીસે મોહમંદહુસેનને સાથે રાખી તેના ઘરે પહોંચી હતી. જ્યાં તેની પત્ની ફરીદા મળી આવતા પોલીસે તેની પણ અટકાયત કરી ઘરમાં તપાસ હાથ ધરી હતી. જોકે ઘરમાંથી કોઇ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવી ન હતી. જેથી પોલીસે આ મામલે એન.ડી.પી.એસ એક્ટ હેઠળ મહમંદહુસેન અને ફરિદા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.