સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં બનેલી ઘટના
હોટલમાં રૂમ ભાડે રાખી રહેતો હતો પ્રોડ્યુસર દિપ પટેલ
દિપ પટેલ મુળ સાવલીનો રહેવાસી છે, છેલ્લા થોડા સમયથી કલાલના શ્રીજી ખડકીમાં ભાડે રહે છે.
દિપ પટેલ રાજમહેલ રોડ પર ડ્રામા પ્રોડકશન હાઉસની ઓફીસ ધરાવે છે.
સયાજીગંજ પોલીસે દિપ પટેલની ધરપકડ કરી કાયદસેરની કાર્યવાહી હાથ ધરી
વડોદરા. શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં રૂમ ભાડે રહેતા ફિલ્મ પ્રોડ્યુસરે પોતાની જ આસિસટન્ટ પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે ફિલ્મ પ્રોડ્યુસર સામે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર જે.પી ગોસાઇએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, મુળ સાવલી ખાતે રહેતો દિપ પટેલ પોતે નાની-મોટી ફિલ્મો પોડ્યુસ કરવાનો વ્યવસાય કરે છે. એક મહિના અગાઉ દિપ પટેલે રૂ. 13 હજારના પગર પર આસિસટન્ટ તરીકે એક યુવતિને નોકરી પર રાખી હતી. મહિના સુધી આ યુવતિ પાસે કામ કરાવ્યાં બાદ દિપ પટેલે તેણીને પગાર આપવાના બહાને સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં રાત્રીના સમયે બોલાવી હતી. જ્યાં દિપ પોતે રૂમ રાખીને ભાડે રહેતો હતો.
વધુમાં તેઓએ જણાવ્યુ કે, પગાર આપવાના બહાને ફિલ્મ પ્રોડ્યુસરે યુવતિને રાત્રે 10 વાગ્યાની આસપાસ હોટલમાં બોલાવી રૂમમાં લઇ ગયો હતો. જ્યાં તેણે રૂમનો દરવાજો બંધ કરી યુવતિ સાથે જબરદસ્તી કરી દુષકર્મ આચર્યું હતુ. આખી રાત રૂમમાં ગોંધી રાખી દુષકર્મ આચર્યા બાદ યુવતિ હેમખેમ વહેલી સવારે રૂમનો દરવાજો ખોલી જીવ બચાવી નિકળી ગઇ હતી. જોકે ફિલ્મ પ્રોડ્યુસર દિપ પટેલે કરેલા કૃત્યો છુપાવવા માટે તેણે યુવતિને ધમકી આપી હતી કે, આ બાબતની કોઇને જાણ કરીશ તો તને જાનતી મારી નાખીશ.
જોકે દિપની હવસનો ભોગ બનેલી યુવતિએ આખરે આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી તેની સાથે બનેલી સમગ્ર ઘટના પોલીસને વર્ણવી હતી. જેના પરિણામે સયાજીગંજ પોલીસે બળાત્કારી ફિલ્મ પ્રોડ્યુસર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં બનેલી ઘટના
- હોટલમાં રૂમ ભાડે રાખી રહેતો હતો પ્રોડ્યુસર દિપ પટેલ
- દિપ પટેલ મુળ સાવલીનો રહેવાસી છે, છેલ્લા થોડા સમયથી કલાલના શ્રીજી ખડકીમાં ભાડે રહે છે.
- દિપ પટેલ રાજમહેલ રોડ પર ડ્રામા પ્રોડકશન હાઉસની ઓફીસ ધરાવે છે.
- સયાજીગંજ પોલીસે દિપ પટેલની ધરપકડ કરી કાયદસેરની કાર્યવાહી હાથ ધરી