તમે કોણ મને રોકનાર છો, તમે મને કેમ મેમો આપો છો, તમે મને ઓળખતા નથી. હું તમારા કપડાં ઉત્તરાવડાવી દઈશની ધમકી આપી
બાઈક ચાલક નંબર વગરની એક્ટિવા ઉપર હેલ્મેટ પહેર્યા વગર બાઈક સવારી કરતો હોવાથી પોલીસકર્મીએ તેને રોક્યો હતો
વડોદરા. દેસરના વાલવાવ ચોકડી પાસે વાહન ચેકિંગની કામગીરી દરમ્યાન પોલીસે એક્ટિવા ચાલકને નિયમભંગ બદલ ચલણ ફાળવ્યું હતું.રોષે ભરાયેલા એક્ટિવા ચાલકે તમે કોણ મને રોકનાર છો, તમે મને કેમ મેમો આપો છો, તમે મને ઓળખતા નથી. હું તમારા કપડાં ઉત્તરાવડાવી દઈશ. હું વિજિલેન્સનો બાતમીદાર છું. તમારા વિસ્તારમાં ગમે ત્યાં દારૂ ઉતરાવી તમારા વિરુદ્ધ કેશ કરાવી તમેને સસ્પેન્ડ કરાવી દઈશ તેવી બૂમો પાડતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દેસર પોલીસમાં ફરજ બજાવતા કિરણસિંહ પ્રભાતસિંહ સહકર્મચારી સાથે વાલવાવ ચોકડી પાસે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે વરસડા તરફથી એક એક્ટિવા ચાલક નંબર વગરની એક્ટિવા ઉપર આવતો જોવા મળ્યો હતો. જેથી કિરણસિંહે એક્ટિવા ચાલકને રોકી તેની પાસે લાઇસન્સની માંગણી કરી હતી. અને હેલ્મેટ કેમ નથી પહેર્યું તે બાબતે પૂછ્યું હતું. ત્યારે એક્ટિવા ચાલકે મારી પાસે હેલ્મેટ નથી તેમ જણાવ્યું હતું. જેથી તેઓએ એક્ટિવા ચાલકને નિયમભંગ બદલ દંડનુ ચલણ આપ્યું હતું.
દરમ્યાન એક્ટિવા ચાલક વર્ધીધારી પોલીસકર્મી ઉપર બરાડા પાડવા લાગ્યો અને “તમે કોણ મને રોકનાર છો, તમે મને કેમ મેમો આપો છો, તમે મને ઓળખતા નથી. હું તમારા કપડાં ઉત્તરાવડાવી દઈશ. હું વિજિલેન્સનો બાતમીદાર છું. તમારા વિસ્તારમાં ગમે ત્યાં દારૂ ઉતરાવી તમારી વિરુદ્ધ કેશ કરાવી તમને સસ્પેન્ડ કરાવી દઈશ” તેવી બૂમો પાડવા લાગ્યો હતો અને પોલીસની કાર્યવાહીમાં અડચણ ઉભી કરી રહ્યો હતો. જેથી પોલીસે એક્ટિવા ચાલકની પુછપરછ કરતા તેણે પોતાનું નામ નવઘણ કાળુભાઇ ભરવાડ (રહે, વરસડા) જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે નવઘણ ભરવાડ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની
- તમે કોણ મને રોકનાર છો, તમે મને કેમ મેમો આપો છો, તમે મને ઓળખતા નથી. હું તમારા કપડાં ઉત્તરાવડાવી દઈશની ધમકી આપી
- બાઈક ચાલક નંબર વગરની એક્ટિવા ઉપર હેલ્મેટ પહેર્યા વગર બાઈક સવારી કરતો હોવાથી પોલીસકર્મીએ તેને રોક્યો હતો