બે પૈકીના એક શખ્સે અમીના શેખને કંકોત્રી આપવાના બહાને બહાર બોલાવી હતી.
અમીના શેખ ઘર આંગણે આવતા સફેદ ટોપી પહેરેલા શખ્સે હાથમાં કંકોત્રી આપી હતી.
મહિલાઓની જેમ બુકાની બાંધી આવેલા શૂટરે બેગમાંથી ગન કાઢી અમીના શેખ પર ફાયરીંગ કર્યું હતુ.
વડોદરા. શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલા ભર બપોરે 1-28 વાગે મહિલા પર થયેલા ફાયરીંગના બનાવમાં એક સીસીટીવી ફુટેજ સામે આવ્યો હતો. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે ફુટેજના આધારે બન્ને શખ્સોની શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાના સીસીટીવી ફુટેજ જોતા સ્પષ્ટ થાય છે કે, પોલીસની નજરથી બચવા અને ગેરમાર્ગે દોરવા માટે શૂટરે પોતાનો ચેહરો ઢાંકવા માટે માસ્મક નહીં પણ મહિલાઓની જેમ ઓઢણી બાંધી હુમલો કરવા માટે પહોંચ્યો હતો.
યાકુતપુરામાં આવેલા સોડા ફેક્ટરી પાછળ આવેલી આશિયાના બિલ્ડીંગમાં રહેતા નઇમ શેખની પત્ની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બે શખ્સો બપોરે 1-28 વાગ્યાના અરસામાં તેમના ઘરે પહોંચ્યાં હતા. જ્યાં તેમણે કંકોત્રી આપવાના બહાને અમીના શેખના બહાર બોલાવ્યાં હતા. ઘર આંગણે આવી પહોંચેલ બે શખ્સો પૈકીના એકએ મોઢા પર માસ્ક અને બીજાએ મહિલાઓની જેમ ઓઢણી બાંધી રાખી હતી.
દરમિયાન માથે સફેદ ટોપી અને ચહેરા પર માસ્ક પહેરીને આવેલા શખ્સે અમીના શેખને બોલાવી હાથમાં કંકોત્રી આપી અને મહિલાઓની જેમ બુકાની પહેરીને આવેલા શૂટરે પોતાની પાસેની બેગમાંથી પિસ્તોલ કાઢી ફાયર કર્યું હતુ. આ ઘટનામાં ગોળી સિદ્ધી અમીના શેખના છાતીના ભાગે જણણી તરફ વાગી હતી. જોકે આ સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
https://youtu.be/FNZiGPssxRQ
- બે પૈકીના એક શખ્સે અમીના શેખને કંકોત્રી આપવાના બહાને બહાર બોલાવી હતી.
- અમીના શેખ ઘર આંગણે આવતા સફેદ ટોપી પહેરેલા શખ્સે હાથમાં કંકોત્રી આપી હતી.
- મહિલાઓની જેમ બુકાની બાંધી આવેલા શૂટરે બેગમાંથી ગન કાઢી અમીના શેખ પર ફાયરીંગ કર્યું હતુ.