લગ્ન બાદ પતિ ગર્લફ્રેન્ડ સાથે રહેવા લાગ્યો હતો
પત્નીને વાતની જાણ થતા હોબાળો કરવા પહોંચી હતી
વડોદરા. 'પતિ પત્ની ઔર વો' વચ્ચેના ઝગડાના નિરાકરણ માટે બોલાવવામાં આવેલી પોલીસને ઘરમાં તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પતિ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવાયાર્ડ વિસ્તારમાં રહેતા મિતેશભાઈ જોનભાઈ મેકવાન લગ્ન બાદ પોતાની પત્નીને તરછોડીને ટી.પી.13 વિસ્તારમાં આવેલ જાણીતા ફ્લેટમાં રહેતી કવિના (નામ બદલ્યું છે) સાથે રહેવા લાગ્યો હતો. આ વાતની જાણ મિતેશભાઈની પત્ની રવિશાબેનને થતા શનિવારે બપોરે 2:30 વાગ્યાની આસપાસ તેઓ ટીપી - 13 માં આવેલી જાણીતી સોસાયટીમાં ખાતે પહોંચ્યા હતા. જ્યાં પહોંચી હોબાળો મચાવતા કવિનાએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.
પોલીસ કંટ્રોલ રૂમમાંથી ફતેગંજ પોલીસને જાણ કરવામાં આવતા પીસીઆર વાન સ્થળ પર પહોંચી હતી. જ્યા કવિનાએ રવિશાબેન તેમના ઘરે આવીને હોબાળો મચાવતા હોવાથી પોતે પોલીસને ફોન કર્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, રવિશાબેને સામેથી પોતાનો પતિ ગર્લફ્રેન્ડ સાથે રહેતો હોવાનું અને આ મકાનમાં દારૂ પીતો હોવાની વાત રજુ કરી હતી. પત્નીની વાતના આધારે પોલીસે ઘરમાં તપાસ કરતા સોફા પરથી પ્લાસ્ટિકની થેલીમાંથી બિયરની એક બોટલ અને બે ટીન મળી આવ્યા હતા.
પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરનાર કવિના 'પતિ પત્ની ઔર વો' વચ્ચેના પ્રકરણમાં કોઈ કાર્યવાહી ન કરવાનું કહેતા પોલીસે ગેરકાયદેસર દારૂનો જથ્થો રાખવા બદલ મિતેષ મેકવાન વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.