વડોદરા. આપણે ગરબા રમવા વડોદરા દેશ-દુનિયામાં જાણીતું છે. પરંતુ કોરોના કાળમાં સરકારની ગાઇડલાઇનને કારણે ચાલુ વર્ષે ગરબા રમવું શક્ય થયું નથી. પરંતુ એસએસજી હોસ્પિટલમાં કોવિડ કેરમાં સારવાર લઇ રહેલા દર્દીઓ માટે ગરબા રમવું શક્ય થયું છે. એસએસજી હોસ્પિટલમાં પીપીઇ કીટ પહેરેલા ડોક્ટરની હાજરીમાં કોરોના પોઝીટીવ દર્દીઓ ગરબે ધુમ્યા હતા.

શહેરમાં એસએસજી હોસ્પિટલ અને જીએમઇઆરએસ ગોત્રી ખાતે ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અને સૌથી મોટી ફેસીલીટી કાર્યરત કરાવવામાં આવી છે. તેમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર વધુ સારી રીતે કરવા માટે દિવસેને દિવસે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોવિડ કેર સેન્ટરના ફીઝીયોથેરાપના નોડલ ઓફિસર ડો. ચેતના સેજુ દ્વારા દર્દીના ફેફસાનું સ્વાસ્થ્ય સુધારવા માટે અનેક એક્સરસાઇઝ કરાવવામાં આવી હતી.

હવે એસએસજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરના નોડલ ઓફિસર ડો.ઓ.બી. બેલીમના નેતૃત્વમાં ફીઝીયોથેરાપી નોડલ ઓફિસર ડો. ચેતના સેજુ તથા તેમની ટીમ દ્વારા કોરોના પોઝીટીવ દર્દીઓને ત્રણ તાળી ગરબા રમાડવામાં આવ્યા હતા. હાલ બહાર લોકો માટે ગરબા રમવું શક્ય નથી, જ્યારે કોરોના પોઝીટીવ દર્દીઓ તબિબિ દેખરેખમાં ત્રણ તાળી ગરબે ઘુમ્યા હતા.

એસએસજી હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ દર્દીઓને ગરબા રમાડવા અંગે ડો. ચેતના સેજુએ જણાવ્યું હતું કે, કોવિડ કેરમાં કોરોના પોઝીટીવ દર્દીઓને ગરબા રમાડતા પહેલા તેમના સ્વાસ્થ્ય અને ઓક્સિજલ લેવલની જરૂરી તપાસ કરી લેવામાં આવી હતી. ગરબે ઘુમ્યા બાદ દર્દીઓએ આધ્યાત્મીકતાનો અનુભવ કર્યો હતો.અને જાણે કંઇજ નથી થયું તેવો અહેસાસ કર્યો હતો.

ડો.બેલીમે જણાવ્યું કે કોરોના માં ફેફસાં અને હૃદયને અસર થાય છે અને લોહી ઘટ્ટ થાય છે.ત્યારે ગરબા લોહીના પરિભ્રમણ ને નિયમિત કરવાની સાથે હૃદય ના રિધમ ને નોર્મલ કરે છે. તેના થી ફેફસાને પણ કસરત મળે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud