સમા વિસ્તારમાં આવેલા SBIના ATMમાં શનિવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા
ગેસ કટર વડે એટીએમ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો , પરંતુ વોચમેનની સતર્કતાને પગલે ચોરી ટળી
ઘટનાના 5 દિવસ બાદ ક્રાઇમ બ્રાન્ચે ચોરીનો પ્રયાસ કરનારની કરી ઘરપકડ
વડોદરા. શહેરના સમા વિસ્તારમાં આવેલા SBIના ATMમાં શનિવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. ગેસ કટર વડે એટીએમ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ વોચમેનની સતર્કતાને પગલે ચોરી ટળી હતી. ઘટનાના 5 દિવસ બાદ પોલીસે ચોરીનો પ્રયાસ કરનારનો ઝડપી પાડ્યો હતો.
ઘટનાની વિગતો અનુસાર, સમા વિસ્તારમાં આવેલા SBIના ATMમાં શનિવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો ATMને તોડવા માટે ગેસ કટર પણ સાથે લઇને આવ્યા હતા. SBIના ATMમાં ચોરી કરવા ઘૂસેલા તસ્કરો CCTVમાં દેખાઇ ન જાય તે માટે કેમેરા પર કલર છાંટી દીધો હતો. જોકે નજીકમાં આવેલા ટ્યુશન કલાસના વોચમેને ટ્રાઇસિકલ અને ગેસ કટર સહિતના સાધનો જોતા શંકા ગઇ હતી. જેથી વોચમેને તુરંત જ પોલીસને જાણ કરી દીધી હતી. જેને પગલે તસ્કરો ટ્રાઇસિકલ અને ગેસ કટર સહિતના સાધનો સ્થળ પર જ મૂકીને ભાગી ગયા હતા.
થોડીવારમાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ઘટનાના 5 દિવસ બાદ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફુટેજ તેમજ અન્ય સોર્સ મારફતે તપાસ કરી વાસણા રોડના નીલકમલ ફાર્મ પાસેથી વિષ્ણુ રામ ખેરાજ રામ હુડ્ડા (રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના, રાત્રી બજાર નજીક સમારોડ) ને ઝડપી પાડી બાઈક તેમજ મોબાઇલ કબજે કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં તહેવાર ટાણે એટીએમ ચોરીના બનાવોમાં વધારો થઇ રહ્યો છે.