• ગત રોજ ગુનાહિત ઇતિહાસ ધરાવતી બિચ્છુ ગેંગના 26 માથા ભારે તત્વો સામે GujCTOC અંતર્ગત પ્રથમ ગુનો નોંધાયો હતો.
  • બિચ્છુ ગેંગના 26 પૈકી 12 માથાભારે તત્વોની પોલીસે ધરપકડ કરી હતી
  • તમામને ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કરી 30 દિવસના રિમાન્ડની માગણી કરતા કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
  • GujCTOC સ્પેશ્યલ એક્ટ હોવાથી પોલીસ 30 દિવસ સુધીના રિમાન્ડ મેળવી શકે છે. 

WatchGujarat. શહેરમાં લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવતી બિચ્છુ ગેંગના 26 માથા ભારે તત્વો સામે GujCTOC અંતર્ગત પ્રથમ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગેંગના 12 માથા ભારે તત્વોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી આજે  મેઇન ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં પ્રોડકશન કરી 30 દિવસના રિમાન્ડની માગણી હતી. જોકે કોર્ટે તમામના 14 દિવસના રિમાન્ડ મજૂર કર્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા ગુનાખોરી ડામવા માટે GujCTOC કાયદો લાગુ કરવામાં આવ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં માથાભારે તત્વો સામે GujCTOC અંતર્ગત ગુના નોંધાઇ ચુક્યા છે. શહેરની બિચ્છુ ગેંગમાં સામેલ લોકો દ્વારા અનેક ગુનાઓ આચરવામાં આવ્યા છે. તમામ આરોપીઓ અગાઉ અનેક વખત જેલની હવા ખાઇ ચુકેલા અને પાસા ભોગવી ચુકવી છે. વડોદરામાં પ્રથમ વખત GujCTOC અંતર્ગત બિચ્છુ ગેંગના 26 માથાભારે તત્વો સામે ગુનો નોંધી 12 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બિચ્છુ ગેંગનો મુખ્ય સુત્રધાર અસલમ બોડિયા સહિત અન્ય 14 માથા ભારે તત્વોને પકડવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે.

GujCTOC અંતર્ગત નોંધવામાં આવેલા ગુનામાં ધરપકડ કરાયેલા 12 માથા ભારે તત્વોને મેઇન ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ગુરૂવારે પ્રોડક્શન કરવામાં આવ્યુ હતુ. ક્રાઇમ બ્રાન્ચે તમામ આરોપીઓના 30 દિવસના રિમાન્ડની માંગણી હતી. જ્યારે કોર્ટે તમામના 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

ક્રાઇમબ્રાન્ચે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવી શોધખોળ ચાલુ કરી

બિચ્છુ ગેંગના 26 માથાભારે તત્વો સામે GujCTOC હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં ક્રાઇમ બ્રાન્ચે 12ની ધરપકડ કરી છે. જ્યારે અતિકનો જેલમાંથી કબજો મેળવી કોવિડ ટેસ્ટની તજવીજ હાથ ધરવામાં આવી છે. તથા અરૂણ ખારવાની પણ ઝડપી લેવામાં આવ્યો હોવાનુ જાણવા મળી રહ્યું છે. ત્યારે અસલમ બોડિયા સહીત બાકીની ટોળકીને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચે વિશેષ રણનિતી અંતર્ગત કામગીરી શરૂ કરી દીધી છે. વિવિધ ટીમો બનાવીને તમામને પકડી પાડવા માટે સઘન શોધખોળ અભિયાન શરૂ કરાયું છે.

ગુજસીટોક કાયદો શું છે?

2015માં ગુજસીટોકના કાયદા મુજબ આરોપીને 5 વર્ષથી આજીવન કારાવાસની જોગવાઇ છે. આ એકટમાં 70 દિવસના સમયના બદલે છ મહિના સુધી ચાર્જશીટ કરી શકાય છે. આ ગુનામાં એસપી કક્ષાના અધિકારી સમક્ષ લેવાયેલી જુબાની સીઆરપીસી 164 મુજબ મેજીસ્ટ્રેટ સમક્ષ લેવાયેલા નિવેદનની સમકક્ષ ગણાય છે. વિશેષ કોર્ટની રચના અને પબ્લીક પ્રોસીકયુટરની નિમણુક કરવામાં આવે છે. ગુનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક અથવા મદદનિશ પોલીસ કમિશનર અથવા તેનાથી ઉપરી અધિકારી કરી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud