કૈલાશ જાધવ સામે શહેર ક્રાઇમ બ્રાન્ચ અને ગોરવા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી
કૈલાશ જાધવ 187 દિવસથી પોલીસની પકડથી દુર
કૈલાશે જીમમાં ટ્રેનીંગ આપતા અને કામ કરતા ટ્રેનરોને પણ ન છોડ્યા
[caption id="attachment_3727" align="aligncenter" width="1280"] ઠગ કૈલાશ જાધવ[/caption]
WatchGujarat. એલાઇવ્ઝ જીમ (Alivez Gym) ના એક પાર્ટનર કૈલાશ જાધવે બીજા પાર્ટનર ડો. દેવાંગ શાહ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. જેને લઇને ડો. દેવાંગ શાહે શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી. ત્યાર બાદથી ઠગ કૈલાશ જાધવ ફરાર છે. જો કે ત્યાર બાદ કૈલાશ જાધવ દ્વારા કરવામાં આવેલી અનેક ઠગાઇ સામે આવી હતી. કૈલાશ જાધવે જીમ ટ્રેનરોની મહેનતના બાકી નિકળતા નાણાં ન આપતા મામલે 04-02-2021 ના રોજ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જીમ ટ્રેનરો સાથે ઠગાઇ મામલે કૈલાશ જાધવના આગોતરા જામીન સેશન્સ નામંજુર કર્યા હતા.
#વડોદરા - ALIVEZ GYM ના ટ્રેનરે પગાર માંગતા કૈલાશ જાધવ બોલ્યો, અત્યારે તો મારા કુતરાને ખવડાવવા માટે પણ પૈસા નથી
શહેરના રેસકોર્ષ રોડ પર શહેરીજનો લોકો માટે તમામ સુવિધાઓ ધરાવતું એલાઇવ્ઝ જીમ (Alivez Gym) શરૂ કરવામાં આવ્યું હતું. એલાઇવ્ઝ જીમ (Alivez Gym) માં કૈલાશ જાધવ અને ડો. દેવાંગ શાહ પાર્ટનર હતા. જીમ શરૂ થયા બાદથઈ કૈલાશ જાધવે પોતાના જીમની હિસાબી વહીમાં ગોટાળા કરવાના શરૂ કરી દીધા હતા. સમયજતા વાત પાર્ટનર ડો. દેવાંગ શાહના ધ્યાને આવતા તેઓએ એકાઉન્ટ બુક નું ઓડિટ કરાવ્યું હતું. ઓડિટમાં કૈલાશ જાધવે જીમના પાર્ટનર ડો. દેવાંગ શાહ સાથે કરોડોની ઠગાઇ કરી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે ડો. દેવાંગ શાહે કૈલાસ જાધવ સામે શહેર ક્રાઇમ બ્રાન્ચમાં 1 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ નોંધાવી હતી.
જો કે, એલાઇવ્ઝ જીમ (Alivez Gym) માં ઠગાઇ મામલે ડો. દેવાંગ શાહ દ્વારા પોલીસ ફરિયાદ કર્યા બાદ કૈલાશ જાધવ દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. કૈલાશ જાધવે એલાઇવ્ઝ જીમમાં કામ કરતા જીમ ટ્રેનરો સાથે પણ લાખો રૂપિયાની ઠગાઇ કરી હતી. અને તેમની પાસેથી કામ લીધા બાદ પણ તેઓને મહેનતનું મહેતાણું ચુકવવામાં આવ્યું ન હતું. આખરે રૂ. 10 લાખથી ઉપરાંતની રકમની ચુકવણી નહિ કરવા મામલે ટ્રેનરે ગોરવા પોલીસ સ્ટેશનમાં 04-02-2021 ના રોજ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ કૈલાશ જાધવ દ્વારા સમગ્ર મામલે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મુક્યા હતા. શનિવારે સેશન્સ કોર્ટમાં અરજી પર સુનવણી હાથ ધરવામાં આવી હતી. સેશન્સ કોર્ટે કૈલાશ જાધવના આગોતરા જામીન નામંજુર કર્યા હતા.
ઠગ કૈલાશ જાધવ 187 દિવસથી પોલીસની પકડથી દુર છે
કૈલાશ જાધવ સામે ડો. દેવાંગ શાહે 1 સપ્ટેમ્બર, 20 ના રોજ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં કરોડો રૂપિયાની ઠગાઇ મામલે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદથી લઇને આજદિન સુધી કૈલાશ જાધવ પોલીસની પકડથી દુર છે. પહેલી ફરિયાદ નોંધાયા બાદ જીમ ટ્રેનરોએ બાકી નિકળતા લાખો રૂપિયા મામલે પણ ફરિયાદ નોંધાવી હતી. તેમ છતા પોલીસ ઠગ કૈલાશ જાધવને પકડી શકી નથી. કૈલાશ જાધવ છેલ્લા 187 દિવસથી પોલીસની પકડથી દુર છે.
નોંધ - રેસકોર્સ સર્કલ ખાતે કાર્યરત Alivez Gym થોડાક સમય પહેલા બંધ કરી દેવામાં આવ્યું છે.