સવારે 11:15 વાગ્યા સુધી હોસ્પિટલમાં ડોક્ટર નહિ આવતા દર્દીઓ હેરાન પરેશાન
આછોદ PHC સેન્ટર ખાતે લોકો જાતે પાટા પિંડી કરવા બન્યા મજબૂર
આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર ન હોવાના કારણે લોકોને કલાકો સુધી બહાર ઉભા રહેવાનો વારો
અધિકારીઓ ને ફોન કરવામાં આવે છે તો અધિકારીઓ દાદાગીરી કરે છે અને કહે છે કે ડોક્ટર આવી જશે, પણ ક્યારે?
WatchGujarat. કોરોનાના કહેર વચ્ચે ભરૂચના આમોદ તાલુકાના આછોદ PHC સેન્ટર પરથી તબીબ અને સ્ટાફની સમયસર ગેરહાજરી ના કારણે અન્ય ગામોમાંથી આવેલા દર્દીઓને કલાકો સુધી હાલાકી ભગવવાનો વારો આવ્યો હોવાના વિડીયો વાઇરલ થઈ રહ્યા છે. સ્ટાફ અને તબીબ ની ગેરહાજરી વચ્ચે એક દર્દીએ તો પોતાની પાટા પિંડી જાતે જ કરતા આ PHC સેન્ટરની નાદુરસ્ત સ્થિતિ એ અનેક સવાલો ઉભા કર્યા છે.
https://youtu.be/DWYpgEdr6oQ
આમોદ તાલુકાના આછોદ ગામે PHC સેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. જે આરોગ્ય કેન્દ્ર જ્યારે બન્યું ત્યારે આ આરોગ્ય નું ઉદ્ઘાટન તત્કાલિન આરોગ્ય મંત્રી અને હાલના ડેપ્યુટી CM નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આરોગ્ય કેન્દ્ર લાખો રૂપિયાના ખર્ચે બનેલું છે પરંતુ આરોગ્ય માં સુવિધાના નામે તો જાણે ઝીરો જ છે.
દિવસનો 11:15 સમય થાય છે તેમ છતાં આરોગ્ય ઉપર કોઈ ડોક્ટર આવતા નથી અને આવે છે તો પોતાની મન મરજી મુજબ ક્યારે આવે અને ક્યારે જાય તે કોઈ ને ખબર પણ ન પડે. પરંતુ આજે તારીખ 3 એપ્રિલ 2021 ના રોજ આછોદ અને દેનવા ગામે થી દર્દીઓ સારવાર માટે આવ્યા હતા પરંતુ જ્યારે તેઓ હોસ્પિટલ ઉપર કલાકો સુધી બેસી રહ્યા, ડોક્ટર ન આવ્યા તો લોકો હેરાન પરેશાન થઈ જાતે જ પાટા પિંડી કરવા લાગ્યા હતા.
આછોદ ના સલમાન મુનશી જણાવે છે કે, સરકાર આરોગ્ય ના નામે લાખો રૂપિયાનો ખર્ચો કરે છે, જોકે હકીકત કઈ અલગ જ બહાર આવી રહી છે. હાલ કોરોના વધુ વકર્યો છે ત્યારે સરકારી આરોગ્ય તંત્રના તબીબો અને સ્ટાફ તેમની નૈતિક ફરજ સમજી પોતાની ફરજ ના સ્થળે સમયસર હાજર થાય તે જરૂરી બન્યું છે. જેથી કરી ગામડા ના દર્દીઓને સમય સર નિદાન તેમજ સારવાર મળી રહે.