• મહારાષ્ટ્રની ખાનગી કંપનીમાંથી 32 ટનથી વધુ કાચુ કપાસિયા તેલ ટેન્કરમાં ભરીને કડી ખાતે ડિલિવરી આપવા નીકળ્યું
  • તરસાલી નજીક ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો ટેન્કર પલટી મારી ગયું
  • ટેન્કરમાંથી તેલ રસ્તાની બાજુમાં આવેલી કાંસમાં ઢોળાતા લોકો કારબા લઇને ભરવા પહોંચ્યા

WatchGujarat.  મહારાષ્ટ્રના અકોલાની ખાનગી કંપનીમાંથી 32 ટન કાચુ કપાસિયા તેલ કડી તરફ જઇ રહ્યું હતું. દરમિયાન ટેન્કર વડોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર તરસાલી પાસે ડ્રાઇવરને ઝોકુ આવી જતા સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેન્કર પલટી ખાઇ ગયું છે. અને તેલ ઢોળાયું હતું. લોકોએ સ્થિતીમાં ડ્રાઇવરની મદદ કરવાની જગ્યાએ તેલ ભરવા માટે કારબા લઇને ભરવા પહોંચી ગયા હતા.

મહારાષ્ટ્રની અકોલાની ખાનગી કંપનીમાંથી ડ્રાઇવર ઓમ પ્રકાશ માલી 32 ટનથી વધુ કાચુ કપાસિયા તેલ ટેન્કરમાં ભરીને કડી ખાતે ડિલિવરી આપવા નીકળ્યા હતા. આ દરમિયાન નેશનલ હાઇવે પર વડોદરાના તરસાલી નજીક ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી ખાદ્યતેલ ભરેલું ટેન્કર ખુલ્લી કાંસમાં ખાબક્યું હતું. જેથી કાચુ કપાસિયા તેલ ટેન્કરની ટાંકીમાંથી બહાર વહેવા લાગ્યું હતું. અકસ્માત વેળાએ લોકોએ ડ્રાઇવર ક્લિનરની મદદ કરવાની જગ્યાએ કારબા લઇ તેલ ભરવા પહોંચ્યા હતા. જેને લઇને ડ્રાઇવર – ક્લિનર અને આસપાસના લોકોમાં આશ્ચર્યની લાગણી જોવા મળી હતી.

ટેન્કરે પલટી મારતા કંપનીને નુકસાન

ઝોકું આવવાથી સર્જાયેલી અકસ્માતમાં ચાલક ઓમપ્રકાશ માલીનો બચાવ થયો હતો. પરંતુ ટેન્કરે પલટી મારતા કંપનીને કાચુ ખાદ્યતેલનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ડ્રાઇવરે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud