• શરદી, ખાંસી, તાવના સામાન્ય લક્ષણો ધરાવતા લોકોને સ્થળ પર દવા વિતરણ
  • ઓક્સીમીટર, થર્મલગનથી તપાસ, SPO2 95% થી ઓછું કે ગંભીર બીમાર દર્દી મળતા તાત્કાલિક PHC અને CHC માં મોકલવાનું શરૂ

Watchgujarat. આદિવાસી નર્મદા જિલ્લામાં ઓક્સિજન, વેન્ટિલેટર, તબીબો સહિતના ટાંચા સાધનોની ઉણપ વચ્ચે હવે તંત્ર દ્વારા કોરોના સંક્રમણને વધતા અટકાવવા તેમજ વહેલામાં વહેલી તકે નિદાનથી સંક્રમિતો ને શોધી કાઢવા બુધવારથી 700 ટીમ ઉતારી ઘરે ઘરે તપાસ આરંભાઈ છે.

નર્મદા જિલ્લામાં બહુધા આદિવાસી વસ્તીને લઈ હાલના કોરોનાની વરવી પરિસ્થિતિમાં કેટલાય લોકોને ખ્યાલ આવતો નથી કે તેઓ કોરોના સંક્રમિત થયા છે અને પોતે વાહક બની પરિવાર કે અન્ય ને પણ જાણ્યે અજાણ્યે સંક્રમિત કરી દે છે. વધતા જતા કોરોના કેસોને અટકાવવા જિલ્લા કલેકટર ડી.એ.શાહના માર્ગદર્શન અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલ.એમ. ડિંડોરની રાહબરી હેઠળ કોવિડ-19 ના કેસોનું વહેલામાં વહેલી તકે નિદાન થાય તે માટે 700 ટીમો ડોર ટુ ડોર ચેકીંગ માટે ઉતારાઈ છે.

ઘર આંગણે જ  સામાન્ય લક્ષણો ધરાવતા દરદીઓને  સમયસર સારવાર મળી રહે તે હેતુસર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આશા બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, શિક્ષકગણ તથા સખી મંડળના બહેનો દ્વારા 700 જેટલી ટીમો થકી કોરોનાની ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરાઇ છે. સાથોસાથ નોવેલ કોરોના સામે રક્ષણ મેળવવાં કોરોના વેક્સીન અવશ્ય મૂકાવવાં ઉપરાંત માસ્ક ફરજિયાત પહેરવાં, વારંવાર સેનીટાઇઝેશન કરવાં અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાં તેમજ સરકારની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા પણ લોકોને સમજાવવામાં આવી રહ્યા છે.

જિલ્લામાં થઇ રહેલી કામગીરીના ભાગરૂપે ગરૂડેશ્વર તાલુકાના અકતેશ્વર ખાતે ગામની પ્રાથમિક શાળાના શિક્ષક અને ડોર-ટુ-ડોર સર્વેલન્સ કરી રહેલા હરેશભાઇ કનકસિંહભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને અનુલક્ષીને ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી ટીમ થકી કરવામાં આવી રહી છે, જેમાં તાવ, માથાનો દુખાવો, શરદી-ખાંસી જેવા સામાન્ય લક્ષણો ધરાવતા લોકોને સ્થળ પર જ દવાઓ પૂરી પાડવામાં આવે છે.

સર્વેલન્સમાં Pulse Oximeter અને Thermal Gun નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સર્વે દરમિયાન જો SPO2, 95 ટકા કરતાં ઓછું આવે અથવા ગંભીર બિમારીવાળા દરદીઓ મળી આવે તો તેઓને તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે તાત્કાલિક ધોરણે સારવાર અર્થે મોકલી આપવામાં આવી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્રનો ડોર ટુ ડોર સર્વેલન્સ દર્દીને ગંભીર સ્થિતિમાં જતા અટકાવી વહેલા નિદાન કરી તેના જીવ બચાવવાનો છે, સાથે જ તેના સંપર્કમાં રહેલા લોકો અને પરિજનને પણ કોરોનાગ્રસ્ત થતો અટકાવવાનો છે, જે થકી આગળ વધતા કોરોનાની લહેરને રોકી સ્થિતિને નિયંત્રિત કરી શકાય.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud