રોમિયો મહિલાની છેડતી કરશે તો SHE TEAM પાઠ ભણાવશે
SHE TEAM માં પ્રતિ ટીમ 6 મહિલા સભ્યો સામેલ હશે
પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંહે ચાર્જ સંભાળતા જ જણાવ્યું હતું કે, પોલીસ શહેરમાં મહિલાઓ અને સીનીયર સીટીઝન પ્રત્યે સંવેદના દાખવે તેવા પ્રયાસો કરવામાં આવશે
WatchGujarat. વડોદરા શહેરમાં મહિલાઓની છેડતી કરતા રોમિયોની ખેર નથી, કારણ કે, હવે મહિલાઓ બાળકો અને વૃદ્ધોની મદદ માટે ખાસ SHE TEAM (મહિલાઓની ટીમ) તૈયાર કરવામાં આવી છે. હવે જોકોઈ રોમિયો મહિલાની છેડતી કરશે તો SHE TEAM રોમિયોને કાયદાના પાઠ ભણાવશે. આજે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતેથી ફ્લેગ ઓફ કરીને SHE TEAM નો પ્રારંભ કરાવ્યો હતો.
મહિલાઓ પરના અત્યાચાર તેમજ છેડતીના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે વડોદરા શહેર પોલીસની આ સી ટીમ સતત પેટ્રોલિંગ કરી મહિલાઓને સુરક્ષા પ્રદાન કરશે. SHE TEAMની વિશેષતા અંગે વાત કરીએ તો એક ટીમમાં 6 મહિલા સભ્યો સામેલ હશે. આ તમામ મહિલાઓ સુશિક્ષિત તેમજ તાલીમબદ્ધ હશે. ઘરેલુ હિંસાના કિસ્સાઓમાં SHE TEAM પોલીસ તેમજ અભયમ સાથે સંકલન કરીને ભોગ બનનારનું કાઉન્સેલિંગ પણ કરશે, ત્યારે આવનાર સમયમાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને લઈને SHE TEAM ખુબ જ મહત્વની સાબિત થશે.
પ્રસંગે ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, હવે જો રાજ્યમાં છોકરીઓની છેડતી કરી તો પાસા કરવામાં આવશે. જો ઓનલાઇન છેડતી કરવામાં આવી તો આઇટી એક્સ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મહિલાઓ સાથે બનતા ગુનાઓને ડામવા માટે બનાવેલી વિશેષ SHE TEAM ને લીલી ઝંડી આપી હતી. શહેર પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંહે ચાર્જ સંભાળતા જ મિડીયા સમક્ષ જણાવ્યું હતું કે, પોલીસ શહેરમાં મહિલાઓ અને સીનીયર સીટીઝન પ્રત્યે સંવેદના દાખવે તેવા પ્રયાસો કરવામાં આવશે. SHE TEAM સિનિયર સિટીઝન, મહિલાઓ, બાળકોની સેવામાં હાજર રહેશે.
SHE TEAM ના કાર્યનો શુભારંભ કરતી વેળાએ રાજ્યમંત્રી યોગેશ પટેલે નવા પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંહની કામગીરીની ખુબ જ પ્રસંશા કરી હતી. યોગેશ પટેલે જણાવ્યું હતું કે, વહેલી સવારે ટ્યુશન ક્લાસ ચાલતા હતા તેવા સમયે છેડતીના કિસ્સાઓ સામે આવતા હતા. તેવા સમયે પોલીસે વહેલી સવારે ચાલતા ક્લાસીસ બંધ કરાવ્યા હતા. વહેલી સવારે ચાલતા ટ્યુશન ક્લાસીસમાં છેડતીના બનાવો સમયે SHE TEAM મહત્વની ભુમિકા ભજવશે.
SHE TEAM વિશે જાણો
મહિલાઓ, બાળકો અને વૃદ્ઘો માટે મદદરૃપ થવા માટે દરેક પોલીસ સ્ટેશનોમાં એક SHE TEAM બનાવવામાં આવી છે. આ ટીમોને પોલીસ વાન પણ ફાળવવામાં આવશે. ઘરેલુ હિંસાના કેસોમાં પણ અભયમ તેમજ પોલીસ કંટ્રોલરૃમ સાથે સંપર્ક રાખી કામ કરશે. મહિલા પોલીસની વિશેષ ટીમો ખુલ્લા મેદાનોમા પણ પેટ્રોલિંગ કરી વોચ રાખશે. જ્યારે વિદેશ કે અન્ય રાજ્યોમાંથી લાવી દેહવિક્રયમાં ધકેલાતી યુવતીઓને બચાવવામાં મદદરૂપ થશે. જે મહિલાઓને જરૂર જણાશે તેમને મનોચિકિત્સકો પાસે કાઉન્સેલિંગ પણ કરાવવાનું કામ કરશે.