• 3 તબીબો ઇન્ટરશિપ સેકન્ડ યરની માસૂમ સ્ટુડન્ટોને રામ ભરોસે છોડી નાસ્તો કરવા જતાં રહ્યાં હતાં
  • બેડ નંબર 5 ના વેન્ટીલરમાં સ્પાર્ક થ્યોને લાગી આગ, ફરીગા ખાતુનની PPE કીટ સળગી અને માસૂમ માધવી પણ ચપેટમાં આવી : ચાર્મી ગોહિલ
  • જોતજોતામાં આગ વધુ ફેલાવા સાથે વીજળી ડુલ થતા અંધારપટ્ટ છવાયો
  • ફરીગા અને માધવી નર્સિંગ સ્ટુડન્ટ પોતાની સળગતી PPE કીટ ઓલવવા બાથરૂમ તરફ દોડી, જ્યારે ચાર્મી ગોહિલ દરવાજા પાસે હોય બહાર નીકળી ગઈ
  • બાથરૂમમાં બંધ બન્ને નર્સિંગ સ્ટુડન્ટ વિકરાળ આગમાં બહાર જ ન નીકળી શકી અને મૃત્યુ પામી
  • ચાર્મીના પગમાં જ આગથી દઝાયું, કોવિડના ICU વોર્ડમાં ઇન્ટરશીપ કરતી નર્સિંગ સ્ટુડન્ટને ડોક્ટરની ગેરહાજરીમાં  રાતે ફરજ કેટલી વ્યાજબી

Watchgujarat. ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાના 16 દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને 2 નર્સિંગ સ્ટુડન્ટ ત્યારે આ હોનારતમાં બચી ગયેલી અને પગે દાઝેલી 1 નર્સિંગ સ્ટુડન્ટ ચાર્મી ગોહિલે સમગ્ર ગોઝારી ઘટનાની આંખો દેખી પ્રત્યક્ષ કહાની બયાન કરી છે. જેને લઈ હોસ્પિટલ મેનેજમેન્ટ અને ઇન્ટરશીપ કરતી સ્ટુડન્ટ ની નૈમાં કોવિડ ICU વોર્ડમાં ડ્યુટી રાખતા સ્ટાફ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

કોવિડ સેન્ટરના ICU વોર્ડમાં શુક્રવારે રાતે 12.40 કલાકના અરસામાં શુ બન્યું હતું તે ચાર્મી ગોહિલ ઘટનાની પ્રત્યક્ષ દર્શી અને ICU માં ફરજ બજાવતી નર્સિંગ સ્ટાફ વરણી રહી છે. ICU વોર્ડમાં રોજ રાતે 1 વાગ્યા પછી તબીબો નાસ્તો કરવા બહાર જાય છે એટલે કે સેન્ટરના બાજુમાં જ આવેલા આઇસોલેશન વોર્ડ નજીકની જગ્યા એ.

જોકે એ ગોઝારી રાતે ICU માં રહેલા 3 તબીબો ડો. રાજેશ, ડો. કેતકી અને ડૉ. સમસુદ્દીન 12.35 કલાકે જ નાસ્તો કરવા જતાં રહ્યાં હતાં. હવે 2 ICU વોર્ડમાં વેન્ટિલેટર પર રહેલા 24 દર્દીઓની જવાબદારી માસૂમ માધવી પઢીયાર, ફારગી ખાતુન ટ્રેની નર્સ સાથે ચાર્મી ગોહિલ પર આવી હતી.

વિધીને આ સમયે કઈ બીજી જ મનજુર હતું ,કુદરતે પણ તેની ક્રૂરતા રજૂ કરી હતી. બેડ નંબર 5 ના વેન્ટિલેટર માં સ્પાર્ક થયો હતો. જ્યાં નજીક જ ટ્રેની નર્સ ફારગી PPE કીટ પેહરી ઉભી હતી. અચાનક વેન્ટીલેટરમાંથી આગ દેખાવા સાથે ફારગીની PPE કીટ સળગવા લાગતા તેને બચાવવા માસૂમ માધવી દોડી હતી. દોડતી વખતે તેનો પગ સેનીટાઇઝરની બોટલને લાગ્યો હતો. અને સેનેટાઇઝર ઢોળાયું હતું. જેથી આગ ઝડપથી પ્રસરી હતી. જોકે આગે આગળ વધતા માધવીની PPE કિટને પણ ચપેટમાં લઈ લીધી હતી. અન્ય ઉપકરણો અને ઓક્સિજનના કારણે જોતજોતામાં આગની જ્વાળાઓ તેજ બનતા બન્ને ટ્રેની નર્સ બચવાનો રસ્તો શોધે તે પેહલા જ આગના કારણે વીજ પુરવઠો ઠપ થઈ જતા અંધાર પટ છવાઈ ગયો હતો.

માધવી અને ફારગી પોતાની સળગતી PPE કીટ ઓલવવા નાનકડા ICU ના માર્ગે બાથરૂમ તરફ દોડી હતી. પાણીનો મારો ચલાવી PPE કીટ પર લાગેલી આગ બન્ને એ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો પણ તે પેહલા જ કીટ સળગીને તેમના શરીર સાથે ચોટી ગઈ હતી.

બીજી તરફ ચાર્મી ગોહિલ ફરજમાં જૂની હોય અને દરવાજાની નજીક હોવાથી પગના ભાગે સળગતી PPE કીટ વચ્ચે અંધારામાં બહાર નીકળી ગઈ હતી. જોકે ચાર્મી જેટલા નસીબદાર માધવી અને ફારગી ન હોય તેઓ બાથરૂમના દરવાજામાં જ બહાર વિકરાળ આગ વચ્ચે કેદ થઈ અંદર હોમાઈ ગયા હતા.

 

ચાર્મીએ બહાર દોડી આવી ઘટના અંગે તેના સિનિયરોને જાણ કરતા ધમાચકડી મચી જવા સાથે રાહત બચાવની કામગીરી શરૂ કરાઇ હતી. જોકે તે પેહલા જ આ અનહોની તેની કાળી રમત રમી 2 માસૂમ ટ્રેની નર્સ સાથે 16 દર્દીઓને પણ આગમાં રાખ કરી મોતના મુખમાં લઈ ગઈ હતી. ચાર્મી ગોહિલને બન્ને પગમાં જ આગથી દાઝી હોય તેને વેલફેર હોસ્પિટલમાં જ હાલ ડીલક્ષ રૂમમાં સારવાર અપાઈ રહી છે.

બન્ને ટ્રેની નર્સના પરિવારોએ રાતે 2.00 થી સવારે 6.30 વાગ્યા સુધી 15 બોડી જોઈ પણ પોતાની દીકરી માનવા મન ન માન્યું

માધવીના માતા-પિતા, મામા સહિત પરિજનોને આગની ઘટનાની જાણ થતાં તેઓ તુરત વેલફેર હોસ્પિટલ પર દોડી આવ્યા હતા. પિતા મુકેશભાઈ, માતા, ભાઈ અને મામા જીગ્નેશે સમગ્ર હોસ્પિટલમાં દોડધામ કરવા સાથે સ્ટાફને માધવી અંગે પૂછ્યું હતું. પણ સ્ટાફ કોઈ ઉત્તર દેવા સમર્થ ન હતો. સિવિલ હોસ્પિટલ, વેલફેર, જંબુસર, વાગરા બધે તપાસ કરવા સાથે 15 ડેથ બોડી જોવા છતાં પરિવાર માધવીનું મૃત્યુ સ્વીકારવા તૈયાર ન હતો. અંતે છેક સવારે એક જ બોડી 4 થી 5 વખત જોયા બાદ તે તેમની દીકરી હોવાનું વજરાઘાત સાથે પરિવારે સ્વીકાર્યું હતું. આવી જ સ્થિતિ ફારગીના મૃતદેહની ઓળખવિધિમાં પણ થઈ હતી.

રાજ્ય સરકારે તપાસ અર્થે નિમેલા 2 IAS 2 દિવસની અંદર ફાઇનલ રિપોર્ટ કરશે

સંવેદનશીલ ઘટનામાં રાજ્ય સરકારે 2 IAS અધિકારીની તપાસ માટે તાત્કાલિક નિમણુંક કરી હતી. બપોર સુધીમાં જ અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને કમિશ્નર મ્યુનિસિપાલીટીઝ એડમીનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલ ભરૂચ તાત્કાલિક આવી પહોંચ્યા હતા. તેમની સાથે પ્રભારી સચિવ શાહમીના હુસેન, કલેકટર એમ.ડી.મોડિયા, રેન્જ IG હરિકૃષ્ણ પટેલ, DSP રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિત પણ જોડાયા હતા અને ઘટના સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કરી જરૂરી માહિતી મેળવી હતી.

અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા એ જણાવ્યું હતું કે, વેન્ટીલેટરમાં સ્પાર્ક થવાથી આગ લાગવાનું પ્રાથમિક અનુમાન છે. FSL અને પોલીસ ઇન્કવાયરી બાદ 2 દિવસની અંદર તેઓ રાજ્ય સરકારમાં આગ લાગવાના ચોક્કસ કારણ અંગે ફાઇનલ રીપોર્ટ કરશે.

ICU માં ન હતા CCTV, PM વગર જ કોવિડ દર્દીઓ સહિત 2 ટ્રેની નર્સના મૃતદેહ પરિવારને સીધા અપાયા

16 કોરોના દર્દી અને 2 ટ્રેની નર્સના અકાળે આગની હોનારતને કારણે મૃત્યુમાં હોસ્પિટલ સત્તાધીશો દ્વારા કોરોનાના મૃત્યુ પામેલા 16 દર્દીઓના બળી ગયેલા મૃતદેહ પ્રોટોકલ મુજબ પેક કરી ઓળખવીધી બાદ પરિવારને સોપાયા હતા. જયારે 2 ટ્રેની નર્સના મૃતદેહ પણ પોસ્ટમોર્ટમ વગર પરિવારને આપી દેવાયા હતા. કોવિડ સેન્ટર બહાર તો CCTV લગાવાયા હતા પણ ICU ની અંદર CCTV ન હોય ખરેખર બનેલી હતભાગી ઘટનાની સાચી હકીકત બહાર આવી શકી ન હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud