પ્રાણીપ્રેમી હેમંત વઢવાણા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરીને રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું
વર્ષ 2021 નું મગરનું સૌથી મોટુ રેસ્ક્યુ ઓપરેશન શનિવારે સવારે આસોજ નજીક આવેલા નાળા પાસેથી કરાયું
400 કિલોના મગરને રેસ્ક્યૂ કરવા માટે 2 કલાક મહેનત કરવી પડી
WatchGujarat. વડોદરા શહેરની આસપાસ મોટી સંખ્યામાં મગરની વસ્તી આવેલી છે. કેટલીય વખત મગર રહેણાંક વિસ્તારો અથવાતો ખેતરોમાં પહોંચી જાય છે. શનિવારે આસોજ નજીકથી મહાકાય મગર રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. મહાકાય મગરની લંબાઇ 11 ફૂટ અને અંદાજીત વજન 400 કિલોગ્રામ હોવાનો અંદાજ છે. પ્રાણીપ્રેમી હેમંત વઢવાણા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરીને રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું હતું.
શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કિનારે અસંખ્યા મગરો વરવાટ કરે છે. વરસાદની રૂતુમાં પાણીનું સ્તર વધવાને કારણે અનેક વખત મગરો રહેણાંક વિસ્તારોમાં આંટાફેરા મારતા હોય છે. સામાન્ય દિવસોમાં મગરોનું રહેણાંક વિસ્તારો અથવાતો ખેતરોમાં નિકળવાની ઘટના ખુબ જ ઓછા પ્રમાણમાં સામે આવતી હોય છે. વર્ષ 2021 નું મગરનું સૌથી મોટુ રેસ્ક્યુ ઓપરેશન શનિવારે સવારે આસોજ નજીક આવેલા નાળા નજીકથી પાર પાડવામાં આવ્યું હતું.
https://youtu.be/wLfycpq5I-o
શનિવારે સવારે 8:30 કલાકે આસોજ ગામના એક નાામાં કન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન 11 ફુટ લાંબો મગર જોવા મળ્યો હતો. મગર જોવા મળતા આપસાપ હાજર લોકોમાં ભયની લાગણી વ્યાપી હતી. મગરને રેસ્ક્યૂ કરવા માટે પ્રાણીપ્રેમી હેમંત વઢવાણીની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ટીમને કોલ મળતા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી દીધી હતી. નાળામાં ફસાઇ જવાને કારણે મગર ઘાયલ થયો હતો.
મગર રેસ્ક્યૂ કરવાની કામગીરી વેળાએ હેમંત વઢવાણાની ટીમ અને વન વિભાગના જીજ્ઞેશભાઈ પરમાર અને શૈલેષભાઇ રાવલે સંયુક્ત રીતે કામગીરી કરી હતી. 2 કલાકની જહેમત બાદ મગરને રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી. ઘાયલ મગરને નાકના ભાગમાં ઇજા થવા પામી હતી. 11 ફુટ લાંબા મગરનું અંદાજીત વજન 400 કિલોગ્રામ હોવાનો અંદાજ છે. મહાકાય ઘાયલ મગરને રેસ્ક્યૂ કરવા માટે જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી. મહાકાય મગરના બચાવ કાર્યમાં ખુબ જ સાવચેતી રાખવાને કારણે મગર તથા રેસ્ક્યૂ કરનારનો કોઇ ઇજા થઇ ન હતી.